PoKમાં કાર્યવાહી બાદ દેશમાં એલર્ટ
નવીદિલ્હી: જમ્મુ કાશ્મીરના તંગધાર સેક્ટરમાં પાકિસ્તાનના ગોળીબાર બાદ ભારતીય સેનાની જવાબી કાર્યવાહીને ધ્યાનમાં લઇને સંરક્ષણ મંત્રાલય પર એલર્ટ પર છે. બીજી બાજુ સરહદ ઉપર કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સંરક્ષણ સ્થળો ઉપર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે.
હવાઈ સીમા પણ મજબૂત રાખવામાં આવી છે. આજની કાર્યવાહીથી પાકિસ્તાન ફરી એકવાર હચમચી ઉઠ્યું છે અને તે દુસાહસના પ્રયાસ કરી શકે છે. સંરક્ષણ મંત્રાલય એલર્ટ પર છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સ્થિતિને લઇને સતત સેના પ્રમુખ જનરલ બિપીન રાવત સાથે વાતચીત જારી રાખી છે. પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરીને ત્રાસવાદીઓને ઘુસાડવાના પ્રયાસ થઇ રહ્યા હતા.