POKમાં દેખાયા ચીની ફાઇટર પ્લેન
નવીદિલ્હી: ભારત સાથે સીમા વિવાદની વચ્ચે ચીને હવે પાકિસ્તાનનો ઉપયોગ કરી રહ્યાનું પણ સામે આવ્યું છે. પાકિસ્તાનના કબ્જામાં રહેલા કાશ્મીરમાં સ્કાર્દૂ એરબેઝ પર ચીની વાયુસેનાની હરકતોએ ભારતીય એજન્સીનું ધ્યાન ખેંચ્યું છે. જૂન મહિનામાં જ ૪૦થી વધુ ચીની ફાઇટર જેટ જે ૧૦ સ્કાર્દૂ ગયા હતા. તેવામાં આશંકા છે કે સ્કાર્દૂનો ઉપયોગ ચીની વાયુસેના ભારત સામે હુમલા માટે કરી શકે છે. સ્કાર્દૂ લેહથી લગભગ ૧૦૦ કિમી પર છે. અને આ તમામ ચીની એરબેઝ કરતા સૌથી વધુ પાસે છે.
સુત્રોના જણાવ્યા મુજબ ચીન સ્કાર્દૂ એરબેઝની ક્ષમતાને તપાસી રહ્યું છે જેથી તેનો ઉપયોગ કરી શકાય. આમ ભારતને હવે બેવડા સ્તરે લડાઇ લડવી પડે તેવી સ્થિતિ ઊભી થઇ રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ લદાખમાં ભારત વિરુદ્ધ લડવા માટે ચીન પાસે ત્રણ એરબેઝ છે. જ્યાંથી તેના ફાઇટર એરક્રાફ્ટ કાર્યવાહી કરી શકે છે. આ ત્રણ એરબેઝ છે કાશગર, હોતાન અને નગ્રી ગુરુગુંસા પણ ભારતની વિરુદ્ધ તે એટલા કારગર સાબિત ન પણ થાય. કાશગરથી લેહની દૂરી ૬૨૫ કિમી છે.
લેહથી ખોતાનની દૂરી ૩૯૦ કિમીની છે અને લેહથી ગુરગુંસાની દૂરી ૩૩૦ કિમી છે. આ તમામ તિબ્બતમાં ૧૧૦૦૦ ફીટની ઊંચાઇ પર સ્થિત છે. તેવું પણ કહેવાય છે કે સ્કાર્દૂથી લેહની દૂરી ૧૦૦ કિમીની આસપાસ અને કારગિલથી ૭૫ કિમીની આસપાસ છે. અહીં એરબેઝમાં બે રન વે ચે. જેમાંથી એક અઢી અને બીજો ૩.૫ કિમી લાંબો છે. ચીની ફાઇટર જેટ્સ અહીં સરળતાથી કાર્યવાહી કરીને પાછા ફરી શકે છે. જો ભારત સ્કાર્દૂ પર જવાબી કાર્યવાહી કરે છે
તો પાકિસ્તાનને યુદ્ધ શરૂ કરવાની તક મળી જશે. સુત્રોની જાણકારી મુજબ આઇએસઆઇની ચીની ખુફિયા એજન્સી મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ સિક્યોરિટી એમએસએસના લોકોનું આતંકી સંગઠન અલ બ્રદના આંતકીઓથી મળ્યા છે.