Western Times News

Gujarati News

ભારતે ચેતવણી વિના ઉરી ડેમમાંથી પાણી છોડ્યું: PoKના ચકોઠીમાં પૂર જેવી સ્થિતિ

પીઓકેમાં જેલમ નદીના પાણીના પ્રવાહમાં અચાનક વધારો થતાં સ્થિતિ વણસી

પાકિસ્તાન-અધિકૃત કાશ્મીરના ચકોઠી નજીક પૂર જેવી સ્થિતિ સર્જાઈ

(એજન્સી)નવી દિલ્હી, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(POK)માં વહેતી જેલમ નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો થવાથી અફરા તફરી ફેલાઈ છે. પાકિસ્તાનનો દાવો છે કે, ભારતે ચેતવણી વિના ઉરી ડેમમાંથી પાણી છોડ્યું છે, જેના કારણે કટોકટી ઊભી થઈ છે.

અચાનક પાણી આવવાથી હટિયાન બાલા જિલ્લામાં પાણીની કટોકટી સર્જાઈ ગઈ છે, જેના કારણે નદી કિનારાના રહેવાસીઓને સુરક્ષિત જગ્યાએ ભાગી જવાની ફરજ પડી છે.

India released water in the river Jhelum in Hattian Bala area of ​​Muzaffarabad without notice, the Muzaffarabad administration imposed a water emergency. A sudden severe flood occurred in the river Jhelum due to the water entering Chakothi from Anantnag district in Uri

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ભારતે ઝેલમ નદીમાં અચાનક અને બિનસૂચિત રીતે પાણી છોડ્યું છે, જેના કારણે પાકિસ્તાન-અધિકૃત કાશ્મીરના ચકોઠી નજીક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

આ ઘટનાથી નદીકાંઠે રહેતા લોકોમાં ભય અને અરાજકતા ફેલાઈ છે. કોહાલા અને ધલકોટના નીચાણવાળા વિસ્તારોમાં મધ્યમ પૂરને કારણે પશુધન અને પાકને નુકસાન થયું છે અને મુઝફ્ફરાબાદમાં એક જિલ્લા અધિકારીએ નિવેદન જારી કરીને નાગરિકોને ઝેલમ નદીની નજીકના સ્થળોથી દૂર રહેવાની સલાહ આપી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.