પૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહએ પણ PoKને લઈ આપ્યું એક મોટું નિવેદન
PoK આપોઆપ ભારતમાં ભળી જશે, થોડી રાહ જુઓઃ વીકે સિંહ
(એજન્સી)નવી દિલ્હી, ચૂંટણી નજીક આવતા જ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) અવાનવાર ચર્ચાનો વિષય બનતો હોય છે. આ વર્ષના અંત સુધીમાં રાજસ્થાનમાં ચૂંટણી યોજાવાની છે.
આ પહેલા તમામ રાજકીય પક્ષ સતામાં આવવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છે. એવામાં રાજસ્થાનની મુલાકાતે ગયેલા કેન્દ્રીય મંત્રી અને પૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહએ પણ પીઓકેને લઈ એક મોટું નિવેદન આપ્યું છે. રાજસ્થાનના એક કાર્યક્રમ દરમિયાન તેમને પૂછવામાં આવેલ પ્રશ્નમાં આ અંગે જવાબ આપ્યો હતો.
તેમને પ્રશ્ન કરવામાં આવ્યો કે, પીઓકેના લોકો ભારતમાં વિલીનીકરણની માંગ કરી રહ્યા છે. આ મુદ્દે ભાજપનું શું વલણ છે? આ પ્રશ્નના જવાબમાં તેમણે પીઓકેના ભારતમાં વિલીનીકરણની વાત કરી હતી.
#WATCH | Dausa, Rajasthan | “PoK will merge with India on its own, wait for some time,” says Union Minister Gen VK Singh (Retd.) when asked that people in PoK have demanded that they be merged with India. (11.09.2023) pic.twitter.com/xG2qy7hXEm
— ANI (@ANI) September 12, 2023
ભાજપની પરિવર્તન સંકલ્પ યાત્રામાં જનરલ વીકે સિંહ રાજસ્થાન પહોંચ્યા હતા. રાજસ્થાનના દૌસામાં પૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહને પૂછવામાં આવ્યું કે શું પીઓકેના શિયા મુસ્લિમો ભારત સાથે સરહદમાં વિલીનીકરણની વાત કરી રહ્યા છે. તમે આ અંગે શું કહેવા માંગો છો? ત્યારે તેમણે જવાબ આપ્યો કે, પીઓકેઆપોઆપ ભારતમાં ભળી જશે. તમે થોડી રાહ જુઓ.