ગાંધીનગરના લીહોડામાં દેશી દારૂ પીધા પછી બે શખ્સોના મોતથી પોલીસ એક્શનમાં
ગાંધીનગર, ગાંધીનગરના લીહોડામાં બે વ્યક્તિના દેશી દારૂ પીવાથી શંકાસ્પદ મોત થયા હતા. જ્યારે અન્ય આઠ લોકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે લઠ્ઠાકાંડની આશંકાએ તપાસ શરૂ કરી હતી. જ્યારે અન્ય લોકો ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ છે. ગાંધીનગર જિલ્લાના રખિયાલ પોલીસે લઠ્ઠાકાંડની આશંકાએ તપાસ હાથ ધરી હતી.
દેશી દારૂ પીધા પછી બે શખ્સોના મોત બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે, બુટલેગરો સામે તવાઈ બોલાવી દેવાના પોલીસને આદેશો આપવામાં આવ્યાં છે. પોલીસે અલગ અલગ ટીમોને એક્ટિવ કરી છે.
મૃતકના પરિવારજને ભારે હૈયે વિદાય આપી હતી..તો પરિવારજનોમાં પણ શોકની લાગણી જોવા મળી હતી.મહત્ત્વનું છે કે ઝેરી પીણાના હ્લજીન્ રિપોર્ટમાં મિથેનોલ ન હોવાનો ખુલાસો થયો છે. જેથી લઠ્ઠાકાંડ ન હોવાનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો છે. આ તરફ હવે દારૂનું વધુ પડતું સેવન અને અન્ય બીમારીના લીધે મૃત્યુ થયાની આશંકા સેવાઇ રહી છે.
ઘટનાને લઈ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ ગામની મુલાકાત લીધી હતી. આ તરફ આ બંને લોકોનું દારૂનું વધુ પડતું સેવન અને અન્ય બીમારીના લીધે મૃત્યુ થયાની આશંકા સેવાઇ રહી છે. આ તરફ હવે પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સાથે ૧૦૮ સેવાને લીહોડા ગામે સ્ટેન્ડબાય રખાઈ છે તો રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાએ ગામની મુલાકાત લીધી હતી.
આ ઘટનામાં પોલીસે ૭થી વધુ બુટલેગરોની ધરપકડ કરી સઘન તપાસ શરૂ કરી છે. લિહોડા ગામના સરપંચ અજીતસિંહે કહ્યુ હતું કે બે લોકોના મોત થયા છે અને હજુ પણ એક વ્યક્તિની હાલત ગંભીર છે. સરપંચે કબૂલાત કરી હતી કે મૃતકો દારૂ પીવાની લત ધરાવતા હતા પણ ગામમાં દારૂ મળતો નથી. ઉત્તરાયણના દિવસે જ નહીં નિયમિત પણે દારૂ પીવાના વ્યસની હતા. ગામમાં ઘટનાના પગલે બે એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.
કાનજી ઉમેદસિંહ ઝાલા અને વિક્રમ રંગતસિંહ નામના બે લોકોના મોત થયા છે. સરપંચે સ્વીકાર કર્યો હતો કે ગામમા કુલ ૨૪૦૦ થી ૩૦૦૦ ની વસ્તી છે. ૩૬ વર્ષીય વિક્રમસિંહની દારૂની લતના કારણે બે બાળકોએ પિતા ગુમાવ્યા હતા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દ્વારા મૃતદેહ પરિવારજનોને સોંપાયા હતા.
મૃતક વિક્રમસિંહના પિતા રંગતસિંહે કહ્યું હતું કે તેમના પુત્રને પીવાની આદત હતી પણ ક્યાંથી પીધું તે અંગે તેઓ અજાણ છે. તેમણે કહ્યું કે અમે ખેતરે ગયા હતા અને સાંજે ૫ કલાકે વિક્રમની તબિયત લથડી હતી. પરત આવતા તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. પરિવારમાં ત્રણ ભાઈઓ છે અને વિક્રમને બે પુત્રો છે. આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો હતો.