ભાવનગરમાં 43 જુગારીઓ સામે પોલીસની કાર્યવાહી
(એજન્સી)ભાવનગર, ભાવનગર શહેર તથા જિલ્લામાં સરાજાહેર તિનપત્તિના હારજીતના જુગારની બાજી માંડીને બેસેલા કુલ ૪૩ બાજીગરોને પોણા લાખની રોકડ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર શહેર અને જિલ્લામાં જુગાર અંગે પોલીસે કરેલી રેડ અન્વયે જાણવા મળતી વિગતો અનુસાર પ્રથમ બનાવ અંગે ડી-ડીવીઝન પોલીસે કરેલી રેડ અંગે વિગતો એવી છે કે પોલીસે બાતમી આધારે કુંભારવાડા ના માઢીયા રોડપર થી ચાર જુગારીઓને ઝડપી લીધા હતા.
જેમાં સંજય ઠાકરશી મેર ઉ.વ.૩૫, જેન્તિ છગન મકવાણા ઉ.વ.૫૫, દિલીપ ભગવાન મેર ઉ.વ.૨૨ અને સંજય ભૂપત પુનાણી ઉ.વ.૩૨ રે. તમામ કુંભારવાડા વાળાઓને જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા ૨૭૬૦ સાથે ઝડપી લીધા હતા. એજ રીતે બીજા બનાવ અંગે કુંભારવાડા બાથાભાઈના ચોકમાં જુગાર રમતાં પાંચ ખેલંદાઓ ને પણ ડી-ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતા
જેમાં વના નાનુ રાઠોડ ઉ.વ.૫૦, અજય ઠાકરશી મેર ઉ.વ.૨૭, જયસુખ લક્ષ્મણ વેગડ ઉ.વ.૩૦, જયસુખ ભગવાન મેર ઉ.વ.૨૨ અને રવિ દિનેશ પરમાર ઉ.વ.૨૯ રે.તમામ કુંભારવાડા વાળાઓને જુગારના પટમાં પડેવ રૂપિયા ૧૦,૨૫૦ સાથે ઝડપી લીધા હતા. પોલીસની કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ પોલીસે જુગારીઓ સામે લાલ આંખ કરી તેમને ઝડપી લેવા માટે અભિયાન હાથ ધર્યું છે.