Western Times News

Gujarati News

“નશો કર્યો છે, સામાનમાં દારૂની બોટલો છે” કહી રાત્રીના સમયે કરાતી તોડબાજી

વિદેશથી આવતાં મુસાફરોને અમદાવાદ હાઈવે પર પોલીસની કથિત હેરાનગતિ-સુરક્ષીત ગુજરાતમાં જો પોલીસ જ લુંટતી હોય તો ફરિયાદ કોને કરવી ?તે સવાલ

(એજન્સી)વડોદરા, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર હવે મુસાફરોરની અવર જવરમાં નોધપાત્ર વધારો થઈ રહયો છે. તેવા સંજોગોમાં એરપોપર્ટને જોડતા હાઈવે પર અવરજવર કરતા મુસાફરોને હેરાનગતિ થતી હોવાની ઘટનાઓમાં પણ એટલે જ વધારો થઈ રહ્યો છે.

હાઈવે પર કહેવાતા પોલીસ કર્મચારીઓ વિદેશી આવતા મુસાફરોને રાત્રીના તપાસના નામે રોકીને રીતસર કનડગત કરે છ.ે તમે શરાબનો નશો કર્યો છે. તમારા સામાનમાં દારૂની બોટલો છે? તેવા સવાલો કરીને ડરામણી સ્ટાઈલમાં પુછપરછ કરી મોટા પ્રમાણમાં તોડબાજી કરતા હોવાના કિસ્સાઓ સતત વધારો થઈ રહયો છે.

ગત સપ્તાહે અમેરીકાથી એક ગુજરાતી પરીવાર નાના બાળકો સાથે અમદાવાદ આવ્યું હતું. જેમાં ગુજરારતી યુવતી સાથુ તેના અમેરીકન પતી જનાના બાળકો સાથે પ્રથમ વખત ભારત આવ્યો હતો. આ પરીવાર કારમાં સામાન મુકીને અમદાવાદથી વતન વડોદરા તરફ આવી રહયો હતો. એરપોર્ટને રસ્તો છોડીને અમદાવાદ હાઈવે પર ચડયાને તેઓને કથીત પોલીસે અટકાવ્યા હતા.

સામાનની ચકાસણી કરવી છે તેમ કહીએ કારચાલકને ટોળકીની કહેવાતો એક વ્યકિત ચાલકની સીટ પર બેસી ગયો હતો. વિદેશથી આવેલો પરીવાર કાંઈ પુછે છેકે તે પહેલાં તો તેઓએ પ્રશ્નોની ઝડી વરસાવી દીધી હતી. તમે શરાબનો નશો કરેરલો છે ? તમરા સામાનમાં દારૂની બોટલો છે તમારે તપાસ કરવી પડશે. અમારે તમને પોલીસ સ્ટેશન લઈ જવા પડશે.

પોલીસની આ હરકત જોઈને પરીવાર ડઘાઈ ગયો. હતો અને બાળકો ગભરાઈ ગયા હતા. એરલાઈન મળતી ડ્રીન્ક સર્વીસ મેળવનાર અમેરીકન યુવાન મુંઝવણમાં મુકાઈ ગયોહતો. સંપૂર્ણ્ર્‌ સભાન અવસ્થામાં તેઓએ કથીત પોલીસ ટોળકીના સવાલોના જવાબ આપ્યા છતાં દમદામટી આપવામાં માહેર આ ટોળકીએ પરીવરારને ગભરાવી દઈને આખરે મોટી રકમનો તોડ પાડયો હતો.

લગભગ દોઢ કલાક સુધી કહેવાતીછ ટોળકીના સકંજામાં રહેલો પરીવાર મુકત તો થયો પરંતુ આજે ગુજરાત આવનાર આ પરીવારને ત્રણથી ચાર દીવસ થઈ ગયા છે. તેમ છતાં બાળકો આજે પણ ગભરાયેલા છે. સતત રટણ કરી રહયા છે. વી ડોન્ટ વોન્ટ સ્ટે ઈન ઈન્ડીયા, વી વોન્ટ ટુ ગોઈગ બેક.’

અત્રે ઉલ્લેખનીય છેકે એરપોર્ટ પર અવરજવર કરી રહેલા અનેક મુસાફરોને આ ટોળકીનો સામનો કરવો પડતો હોય છે. ભૂતકાળમાં આ પ્રકારના કિસ્સાઓઅ બહાર આવતા ગૃહ વિભાગે પણ ગંભીરતા દાખવીને પગલાં લીધા હતા. જોકે હવે ફરીથી આ પ્રકારના કિસ્સાઓમાં વધારો થઈ રહયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.