હવે એક જ ક્લિક પર પોલીસને રિક્ષાચાલકની તમામ વિગતો મળી જશે
શટલ રિક્ષાના આતંકને રોકવા પોલીસ હવે સ્પેશિયલ એપ્લિકેશન તૈયાર કરશે -ઝોન-૬ના ડીસીપી દ્વારા આ પાઈલટ પ્રોજેકટ તૈયાર કરાશે
(એજન્સી)અમદાવાદ, શહેરમાં શટલ રિક્ષામાં ચોરી કરતી અને લૂંટી લેતી ગેંગનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. વિવિધ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ગઠિયા પેસેન્જર્સના કિંમતી દાગીના, રોકડ સહિતના સરસામાનની ચોરી કરીને નાસી જાય છે. સંખ્યાબંધ કિસ્સા એવા છે કે જે પોલીસ ચોપડે નોંધાતા નથી કારણ કે લોકોને પોલીસ ફરિયાદના ચક્કરમાં પડવાનો કોઈ રસ હોતો નથી.
શટલ રિક્ષામાં ચોરી કરતી ટોળી પોલીસ તેમજ લોકો માટે માથાનો દુઃખાવો બની ગયા છે. શટલ રિક્ષામાં પેસેન્જરોના સ્વાંગમાં લૂંટતી ટોળકીનો પર્દાફાશ કરવા માટે પોલીસ હવે ટેકનોલોજીના રસ્તા પર ચાલી રહી છે. ડીસીપી ઝોન-૬ દ્વારા એક સ્પેશિયલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી રહી છે.
જેમાં તમામ રિક્ષાચાલકની વિગતો હશે. એપ્લિકેશનમાં રિક્ષા નંબર નાખતાની સાથે જ ચાલકની તમામ વિગતો એક ક્લિક પર મળી જશે. આ પાઈલટ પ્રોજેક્ટ આવનારા દિવસોમાં પોલીસ માટે વધુને વધુ ઉપયોગી બને તેવી શક્યતા છે.
થોડા દિવસ પહેલાં કાગડાપીઠ પોલીસે શટલ રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં ચોરી કરતા એક માસ્ટર માઈન્ડની ધરપકડ કરી હતી. આણંદ જિલ્લાના ખંભાત ખાતેના અંબિકાનગરમાં રહેતા યોગેશ પટેલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં એકલાખ રૂપિયાની ચોરીની ફરિયાદ કરી હતી. થોડા દિવસ પહેલાં યોગેશ પટેલ કપડાની ખરીદી કરવા માટે ખંભાતથી અમદાવાદ હોલસેલ બજારમાં આવ્યા હતા. યોગેશ પટેલ ગીતા મંદિર બસમં ઉતર્યા હતા અને પાંચકૂવા રેવડી બજાર જવાનું હોવાથી રિક્ષાની રાહ જોઈને ઊભા હતા.
યોગેશ પટેલ રિક્ષામાં બેસી ગયા હતા જેમાં પહેલેથી બે શખ્સ પેસેન્જરના સ્વાંગમાં બેઠા હતા. થોડે દૂર જઈને રિક્ષાચાલકે એક પેસેન્જરને બેસાડયો હતો. ચાલકે રિક્ષા સાઈડમાં ઊભી રાખી હતી અને યોગેશ પટેલને તમને બેસતા નહીં ફાવે કહી ઉતારી મૂકયા હતા. યોગેશ પટેલે થેલો ચેક કરતાં તેમાંથી એક લાખ રૂપિયા ગાયબ હતા. યોગેશ પટેલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જેમાં પોલીસે તપાસ શરૂ કરી હતી.
કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતની ટીમે ગીતા મંદિર અને આસપાસના લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. પોલીસે અંતે વાજીદઅલી ઉર્ફે સાજીદ શેખની ધરપકડ કરી છે. વાજીદઅલી ચંડોળા, તળાવના છાપરામાં રહે છે. વાજીદ સાથે શોએબ શેખ, અનસ ઉર્ફે અનુ વનુ અને કરીમ શેખ પણ ચોરી કરવામાં સંડોવાયેલા હતા.
આ ઘટના બાદ સામે આવ્યું હતું કે, પોલીસ એક સ્પેશિયલ એપ્લિકેશન તૈયાર કરી રહી છે. જેમાં રિક્ષાચાલકોની તમામ વિગતો હશે. ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે, આ ઘટનાની અરજી હાઇકોર્ટમાં દાખલ કરવી જોઈએ. આ કેસની સુનાવણી સીજેઆઈ સંજીવ ખન્ના અને જસ્ટિસ પીવી સંજય કુમારની બેન્ચ દ્વારા કરવામાં આવી રહી હતી.
કોર્ટે અરજદારને અલ્હાબાદ હાઈકોર્ટમાં જવા કહ્યું છે. સીજેઆઈએ કહ્યું, ‘આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, જે ચિંતાનો વિષય છે, પરંતુ હાઈકોર્ટમાં જાઓ. પહેલેથી જ એક ન્યાયિક પંચની રચના થઈ ચૂકી છે.’ અરજદારે કોર્ટને જણાવતા કહ્યું કે, નાસભાગની ઘટનાઓ રોજેરોજ બની રહી છે.
યુપી સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ બેન્ચને કહ્યું કે, હાલમાં આ ઘટનાની ન્યાયિક તપાસ ચાલી રહી છે. તેમજ હાઇકોર્ટમાં પણ આવી જ એક અરજી દાખલ કરવામાં આવી છે. સીજેઆઈ સંજીવ ખન્ના અને જસ્ટિસ પીવી સંજય કુમારની બેન્ચે અરજદારને હાઈકોર્ટમાં જવાની સ્વતંત્રતા આપીને અરજી ફગાવી દીધી હતી.
આ અરજી સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ દાખલ કરી હતી. અરજદારે કહ્યું કે, ‘રાજ્ય સરકાર મહાકુંભમાં નાસભાગની ઘટનાને રોકવામાં બેદરકારી દાખવી રહી છે.’ અરજદાર રાજ્ય સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, આ ઘટનાને રોકવામાં યુપી વહીવટીતંત્રની લાપરવાહી, બેદરકારી અને નિષ્ફળતા હતી.
આ ઉપરાંત અરજદારે કુંભના કાર્યક્રમોમાં એક સમર્પિત ‘ભક્ત સહાયતા કોષ’ સ્થાપવાની પણ માંગણી કરી હતી. અરજીમાં ભીડ વ્યવસ્થાપન વધારવા માટે નીતિઓ ઘડવા માટે તમામ રાજ્યોને નિર્દેશ આપવાની અને કોર્ટને ઉત્તર પ્રદેશ સરકાર સાથે સંકલનમાં મહાકુંભમાં તબીબી સહાય ટીમો તૈનાત કરવાનો નિર્દેશ આપવાની માંગ પણ કરી હતી.
પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યા એટલે કે ૨૯ જાન્યુઆરીની સવારે અમૃત સ્નાન માટે શ્રદ્ધાળુઓની ભીડ એકઠી થઈ હતી. આ ભીડ ત્રિવેણી સંગમ ઘાટ તરફ આગળ વધી રહી હતી. આ દરમિયાન નાસભાગ મચી હતી અને ૩૦ થી વધુ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. તે ઉપરાંત આ ઘટનામાં ૬૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. જોકે, પ્રત્યક્ષદર્શીઓ આ ઘટનામાં મૃત્યુઆંક વધારે હોવાનું જણાવી રહ્યા છે. જેથી આ ઘટના અંગે યુપી સરકાર પર દરેક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.