શ્રદ્ધા પ્રેગ્નેન્ટ હતી કે કેમ તે દિશામાં પોલીસ કરી રહી છે તપાસ

નવી દિલ્હી, શ્રદ્ધા હત્યાકાંડમાં દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટના સંબંધિત ઘણી નવી વાતો સામે આવી રહી છે. જાે કે, સાઉથ દિલ્હીની મહરોલી પોલીસને હજી સુધી કોઈ નક્કર પુરાવો હાથ લાગ્યો નથી. પોલીસે મૃતદેહના ટુકડાંને શોધવા માટે દસ ટીમો બનાવી છે, જે છતપુરના એન્ક્લેવ વિસ્તારના જંગલો, એમબી રોડ, ધાન મિલ કમ્પાઉન્ડની પાછળ અને સ્મશાન પાસેથીના નાળાની આસપાસ મૃતદેહના ટુકડાની શોધી રહી છે.
પોલીસે મંગળવારે મોડી સાંજે પણ જંગલોમાં તપાસ કરી હતી. તો બીજી તરફ હત્યાના સમયે શ્રદ્ધા પ્રેગ્નેન્ટ હતી કે કેમ તે અંગે પણ સવાલ થઈ રહ્યા છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, આફતાબ પોલીસને જેટલી પણ જાણકારી આપી રહ્યો છે, તે સાચી નીકળી રહી નથી.
તેવામાં તે વાતની પણ તપાસ કરવામાં આવી રહી છે કે, હત્યા પહેલા શ્રદ્ધા ગર્ભવતી હતી કે નહીં. એક્સપર્ટનું કહેવું છે કે, આટલા સમય બાદ હાડકા મળવાથી તે જાણવું મુશ્કેલ છે. મહરૌલી પોલીસ મૃતદેહના ટુકડાં શોધવા માટે ડોગ સ્ક્વોડ સાથે બુધવારે સવારે છતરપુરના જંગલોમાં પહોંચી હતી.
જાે કે, ડોગ સ્ક્વોડને હજુ શરીરના અંગોની કોઈ ગંધ આવી નથી. મંગળવારે પોલીસને જંગલોમાંથી પેલ્વિક બોન મળ્યા હતા, જે શ્રદ્ધાના કમરનો નીચોનો ભાગ હોવાનું માનવામાં આવી રહી છે. પોલીસને આશા છે કે, આ પેલ્વિક બોન શ્રદ્ધાના મૃતદેહની ઓળખ સાબિત કરવામાં મહત્વનું સાબિત થશે.
દિલ્હી પોલીસને તેમની તપાસમાં જાણવા મળ્યું છે કે, હત્યા સમયે શ્રદ્ધા ગર્ભવતી હતી. જાે કે, આ વાતની પુષ્ટિ થઈ નથી. એક્સપર્ટનું કહેવું છે કે, આટલા સમય બાદ હાડકાઓ મળવાથી તે વાતની જાણ કરવી શક્ય નથી. ઘર અથવા તેના મોબાઈલ ફોન પર ડોક્ટર દ્વારા મળેલી કોઈ રિસિપ્ટ અથવા ચેટિંગથી કદાચ જાણ થઈ શકે કે, તે પ્રેગ્નેટ હતી.
શ્રદ્ધાની હત્યા કર્યા બાદ પણ આફતાબ તેનું ઈન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા અકાઉન્ટ ચલાવતો રહ્યો હતો. તેણે જૂન મહિના સુધી શ્રદ્ધાનો મોબાઈલ ઓન રાખ્યો હતો. પરંતુ કોઈની સાથે વાત કરતો નહોતો. તે હંમેશા મેસેજ દ્વારા જવાબ આપતો હતો.
શ્રદ્ધાના બેંક અકાઉન્ટમાંથી તેણે ૨૬ મેના રોજ ૫૪ હજાર રૂપિયા પણ ઉપાડ્યા હતા. પોલીસે બુધવારે છતરપુર પહાડી વિસ્તારમાં આફતાબે ભાડેથી લીધેલા ઘર પર પહોંચી હતી. આ દરમિયાન લેડીઝ બેગ સહિત કેટલીક વસ્તુઓ મળી હતી.
આ બેગ શ્રદ્ધાની છે કે કોઈ અન્યની તે અંગે પોલીસ પૂછપરછ કરશે. કારણ કે, આરોપી કોઈ અન્ય યુવતી સાથે પણ સંપર્કમાં હોવાની વાત સામે આવી રહી છે.SS1MS