Western Times News

Gujarati News

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ૨ યુવકોની હત્યાના કેસમાં પોલીસે ધરપકડ કરી

વર્ષ ૨૦૨૩માં રાજપુરામાં બંને વિરુદ્ધ હત્યાના આરોપમાં FIR નોંધવામાં આવી હતી, જે બાદ બંને ફરાર હતા

પટિયાલા,  પંજાબ પોલીસે પટિયાલાના રાજપુરાથી બે યુવાનોની ધરપકડ કરી છે જેમને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વર્ષ ૨૦૨૩માં રાજપુરામાં બંને વિરુદ્ધ હત્યાના આરોપમાં હ્લૈંઇ નોંધવામાં આવી હતી. જે બાદ બંને ફરાર થઈ ગયા હતા. ધરપકડ કરાયેલા બે યુવાનોના નામ સંદીપ અને પ્રદીપ છે.

અહેવાલો અનુસાર, અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ૮ ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. આ વખતે દેશનિકાલ કરાયેલા તમામ ૮ ગુજરાતીઓ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના રહેવાસી છે. જેમાં ૬ પુરુષો અને ૨ મહિલાઓ છે. દરેકને પોલીસ સુરક્ષા હેઠળ એરપોર્ટથી બહાર કાઢવામાં આવશે અને તેમના ઘરે મોકલી દેવામાં આવશે. અગાઉ અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ૩૩ ગુજરાતીઓનું એક જૂથ અમદાવાદ પહોંચ્યું હતું.

અમેરિકાથી દેશનિકાલ કરવા માટે ૧૨૦ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્‌સને લઈને એક ખાસ વિમાન શનિવારે (૧૫મી ફેબ્રુઆરી) મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું. આમાંથી ૬૦થી વધુ પંજાબના અને ૩૦ થી વધુ હરિયાણાના છે. અન્ય ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરના છે. આ ભારતીયોનો બીજો સમૂહ છે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યો હતો અને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા તેમને દેશનિકાલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનિય છે કે, પાંચમી ફેબ્રુઆરીના રોજ ૧૦૪ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્‌સને લઈને એક અમેરિકન વિમાન પણ અમૃતસરમાં ઉતર્યું હતું. તેમાંથી, હરિયાણા અને ગુજરાતના ૩૩-૩૩ અને પંજાબના ૩૦ હતા. મોટાભાગના દેશનિકાલ કરાયેલા લોકોએ કહ્યું કે, ‘અમે અમારા પરિવારોને વધુ સારું જીવન પૂરું પાડવા માટે અમેરિકામાં સ્થાયી થવા માંગે છે.’

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ૧૫૭ ભારતીયોને લઈને ત્રીજી ફ્લાઇટ રવિવારે (૧૬મી ફેબ્રુઆરી) અમૃતસર પહોંચવાની ધારણા છે. તેમાંથી ૫૯ હરિયાણાના, ૫૨ પંજાબના, ૩૧ ગુજરાતના અને બાકીના અન્ય રાજ્યોના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.