Western Times News

Gujarati News

કૃષ્ણનગરમાંથી મકાનનાં ધાબા પર જુગાર રમતી નવ મહિલાઓને પોલીસે ઝડપી

અમદાવાદ, સામાન્ય રીતે સાતમ આઠમમાં દરમિયાન જુગાર રમવાનો ક્રેઝ જાેવા મળતો હોય છે. જાેકે, છેલ્લા કેટલાક સમયથી તો હવે એવું લાગી રહ્યું છે કે, લોકો માટે જુગાર રમવી એક સામાન્ય બાબત થઈ ગઈ છે.

એટલું જ નહીં હવે તો મહિલા ઓ પણ જુગાર રમી રહી હોય તેમ અનેક જગ્યાએ પોલીસે રેડ કરી જુગાર રમતી મહિલાઓએ ઝડપી લીધી છે. ત્યારે શહેરના કૃષનગર વિસ્તારમાંથી મકાનનાં ધાબા પર જુગાર રમતી નવ મહિલાઓને પોલીસે ઝડપી લીધી છે.

કૃષ્ણનગર પોલીસ પેટ્રોલિંંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, પાર્શ્વનાથ ટાઉનશીપ ખાતે વિભાગ ૧ના મકાન નંબર ઇ ૫૨૦માં મહિલાઓ ખુલ્લામાં ધાબા પર ગંજીપાના તેમજ પૈસા વડે હાલ જીતનો જુગાર રમી રહી છે. જે બાતમીના આધારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. ગીરીવૃંદ સોસાયટીમાં આવેલા મકાનમાં ધાબા પર જુગાર રમતી ૯ મહિલાઓને ઝડપી લીધી હતી.

આ દરમિયાન પોલીસે અંગ જડતીના રોકડા રૂપિયા ૫૯૮૦, દાવના નાણા રૂપિયા ૭૦૦ અને મોબાઈલ ફોન ૩ નંગ સહિત રૂપિયા ૧૬,૧૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. જાેકે, મહત્વની બાબત તો એ છે કે, આ તમામ મહિલાઓ ધાબા પર જુગાર રમી રહ્યા હતા.

પરંતુ પોલીસને બાતમી મળતા જ પોલીસે રેડ કરીને મહિલાઓને ઝડપી લીધી છે. આ મહિલા ઓ કેટલા સમયથી અહીં જુગાર રમતાં હતાં. અને જુગાર કોણ રમાડતું આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. આ સિવાય પણ અગાઉ અનેક જગ્યા એ મહિલા ઓને જુગાર રમતા પોલીસે પકડી પાડેલ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.