સુરતના હીરા કારખાનામાં બનેલી લૂંટની ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી
સુરત, સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા હીરા કારખાનામાં બનેલી લૂંટની ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. હીરાના કારખાનામાં ૧૭ જેટલા કર્મચારીઓ સહિત બે ભાગીદારોને ઘાતક હથિયારોની નોક પર બંધક બનાવી પાંચ જેટલા લૂંટારુઓએ સાત લાખના તૈયાર હીરા, મોબાઈલ સહિત રોકડા રૂપિયા ૧ લાખની દિલડધક લૂંટ ચલાવી હતી.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓનું પગેરૂ મેળવ્યુ હતુ. જ્યાં કારખાનામાં કામ કરતા કર્મચારી સાથે સુવા માટે આવતા શખ્સ દ્વારા અન્ય સાગરીતો સાથે મળી લાખોની લૂંટની ઘટનાને અંજામ અપાયો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું. કાપોદ્રા પોલીસે ચારથી પાંચ પૈકીના ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
જે આરોપીઓ પાસેથી સાત લાખની કિંમતના તૈયાર હીરા, રોકડા રૂપિયા સહિત ૭.૭૦ લાખથી વધુની માતાનો મુદ્દા માલ કબજે કર્યો છે. જ્યારે અન્ય ફરાર શખ્સોની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા અક્ષર ડાયમંડ બિલ્ડિંગમાં બ્રહ્માણી હીરા કારખાનામાં ૨૦ મી સપ્ટેમ્બર ના રોજ ચારથી પાંચ જેટલા લૂંટારુઓએ મોઢે રૂમાલ બાંધી આવી ૧૭ જેટલા કર્મચારીઓ સહિત બે ભાગીદારોને ઘાતક હથિયારો ની નોક પર બંધક બનાવી રૂપિયા સાત લાખના તૈયાર હીરા, રોકડા રૂપિયા એક લાખ સહિત મોબાઈલની લૂટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
ઘટના બનતાની સાથે દોડતી થયેલી પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી હતી. કારખાનામાં કામ કરતા કર્મચારીઓના પણ નિવેદન નોંધવાની સાથે અગાઉ કામ કરી ગયેલા કર્મચારીઓની માહિતી એકત્ર કરવામાં આવી હતી.
કર્મચારીઓના નિવેદન અને સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસને આરોપીઓનું પગેરું મળી આવ્યું હતું.જ્યાં કારખાનામાં કામ કરતા કર્મચારી સાથે સુવા માટે આવતા શખ્સ દ્વારા અન્ય સાગરીતો સાથે મળી લાખોની લૂંટની ઘટનાને અંજામ અપાયો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.
કાપોદ્રા પોલીસે ચારથી પાંચ પૈકીના ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. જે આરોપીઓ પાસેથી સાત લાખની કિંમતના તૈયાર હીરા, રોકડા રૂપિયા સહિત ૭.૭૦ લાખથી વધુની માતાનો મુદ્દા માલ કબજે કરાયો હતો. આરોપીઓ પાસેથી કેટલાક ઘાતક હથિયારો પણ મળી આવ્યા હતા. જે હથિયારોની નોક ઉપર આરોપીઓ દ્વારા લૂંટની ઘટનાને અંજામ અપાયો હતો. હાલ તો કાપોદ્રા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી ફરાર અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.HS1MS