પોલીસ ભવન ખાતે યોજાયો નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/11/Police2-1-1024x583.jpg)
રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે તમામ અધિકારી/કર્મચારીશ્રીઓને પાઠવી શુભેચ્છા
પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની વિશેષ ઉપસ્થિતિમાં નૂતન વર્ષ નિમિત્તે આજે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી વિકાસ સહાયે પોલીસ ભવન ખાતે ફરજ બજાવતા તમામ અધિકારી/કર્મચારીશ્રીઓને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ તેમજ પોલીસ ભવન ખાતે ફરજરત સૌ કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.