લોથલમાં રિસર્ચરનાં મોત મામલે પ્રોફેસર સામે પોલીસ ફરિયાદ

અમદાવાદ, અમદાવાદ ગ્રામ્યના લોથલમાં દિલ્હી આઈઆઈટીના પ્રોફેસર અને પીએચડીના રિસર્ચર ગત નવેમ્બર માસમાં જીયોગ્રાફીકલ સર્વે માટે સેમ્પલ લેવા આવ્યા હતા.
લોથલમાં સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો ઉપલબ્ધ હોવાથી બંને રિસર્ચ માટે આવ્યા હતા ત્યારે માટીના સેમ્પલ લેવા માટે ખાડામાં ઉતરતી વખતે પ્રોફેસર અને રિસર્ચર પર માટી ધસી પડી હતી. જેમાં રિસર્ચર યુવતીનું મોત નિપજ્યું હતું. આ મામલે કોઠ પોલીસે તપાસ કર્યા બાદ પ્રોફેસરે સલામતીના સાધનો વગર રિસર્ચરને ખાડામાં ઉતારતા ઘટના બની હોવાથી કોઠ પોલીસે પ્રોફેસર સામે ગુનો નોંધ્યો છે.
મૂળ ઉત્તરપ્રદેશની સુરભી વર્મા દિલ્હી આઇઆઇટીમાં એટમોસ્પ્ફીયરીક સાયન્સ વિભાગમાં પીએચડીનો અભ્યાસ કરતી હતી. ગત તા.૨૪મી નવેમ્બરે સુરભી તેના પ્રોફેસર યામા દિક્ષીત સાથે ગુજરાતમાં રિસર્ચ પ્રોજેક્ટ માટે આવી હતી. બંનેને જ્ઞાન ન હોવા છતાં આઇઆઇટી ગાંધીનગરના શિખા રાય સાથે પરીયેજ ખાતે ગયા હતા.
જ્યાં ખાડો ખોદીને સેમ્પલીંગ કર્યું હતું. બીજા દિવસે આઇઆઇટી ગાંધીનગરના પ્રોફેસર સાથે લોથલ ખાતે પેલીયો ક્લાઇમેટના પ્રોજેક્ટના કામે ગયા હતા.
જ્યાં હિટાચી વડે ખાડો ખોદાવીને સુરભી સેમ્પલીંગ માટે ઉતરી હતી. ખાડાની દીવાલ ધસી પડતા સુરભી વર્મા દબાઇ જતા ગુંગળામણથી મોત નિપજ્યું હતું. યામા દિક્ષીતને પણ ઇજાઓ પહોંચી હતી. યામા દિક્ષીતને જ્ઞાન ન હોવા છતાં સેફ્ટી સાધનો વગર સુરભીને ખાડામાં ઉતારીને બેદરકારી દાખવતા કોઠ પોલીસે તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS