એક પત્નિ હોવા છતાં બીજા લગ્ન કરનાર પોલીસ કોન્સ્ટેબલને વળતર ચૂકવવાનો આદેશ

(પ્રતિનિધિ) ગોધરા, પોતે પોલીસ ખાતામાં સરકારી નોકરી કરતો હોવા છતાં પહેલી પત્નીથી છુટા છેડા કર્યા વગર ખોટી હકીકતો જણાવી ને બીજું લગ્ન કર્યા બાદ પહેલી પત્ની પાછી આવી જતા બીજી પત્નીને માનસિક શારીરિક ત્રાસ ગુજારીને ઘરમાંથી કાઢી મુકનાર પોલીસ કોન્સ્ટેબલને બીજી પત્નીને દર મહીને પંદર હજાર રૂપિયા ભરણ પોષણ ચૂકવવાનો ગોધરાની અદાલતે હુકમ કરતા પોલીસ બેડામાં ચર્ચા નો વિષય થયેલ છે.
વિગતવાર મળેલી માહિતી મુજબ ફરિયાદી રેખાબેન શાંતિલાલ પરમાર રહેવાસી વિજય નગર સોસાયટી .સાપા રોડ ગોધરા વિધવા થઇ ગયેલ હોવાથી પિતાના ઘરમાં રહેતી હતી તે દરમ્યાન હાલમાં પાલનપુર મુકામે પોલીસ કોન્સ્ટેબલ તરીકેની નોકરી કરનાર સામાવાળા જસવંત ભુલાભાઈ પરમાર મૂળ રહેવાસી પોયડા .તાલુકો શહેરાની સાથે સમાજના વડીલો દ્વારા બીજા લગ્ન ની વાતચીત થયેલી
ત્યારે જસવંત ભાઈએ રેખાબેન અને તેના પિતાને એવી હકીકત જણાવેલી કે તેના તેની પહેલી પત્ની જશોદાબેન સાથે કાયદેસરના છુટા છેડા થઇ ગયેલ છે અને તે રેખા સાથે બીજા લગ્ન કરવા માંગે છે તે પોલીસ ખાતામાં હોવાથી સારું કમાય છે અને તે રેખાબેનને અને તેની પ્રથમ લગ્ન થી થયેલ દીકરી જાન્વીબેન ને પણ સારી રીતે રાખશે . તેથી સારા ભવિષ્યના સપનાઓ લઇ ને જસવંતભાઈ પર વિશ્વાસ અને ભરોશો કરીને રેખાબેન ના તારીખ .૧૯.૭.૨૧ ના રોજ હોશાપુર
તા . શહેરા મુકામે જસવંત ભાઈ સાથે ફૂલ હાર કરીને પુનઃ લગ્ન કરવામાં આવેલ- અને ત્યારથી રેખાબેન જસવંતની કાયદેસરની પત્ની તરીકે તેની સાથે રહેવા પાલનપુર મુકામે દીકરી જાનવી ને લઈને પોતાનું લગ્ન સંસાર સરું કરેલ . પરંતુ લગ્ન કર્યા બાદ જસવંત તેને દહેજની માંગણીઓ કરીને માનસિક શારીરિક ત્રાસ ગુજારતો હતો અને નોકરાણી ની જેમ રાખતો હતો .
ગઈ તારીખ ૧૮.૧૦.૨૨ નારોજ જશવંત રેખાબેન ને ગોધરા મુકામે તેની બહેન વર્ષા ને ઘરે લઈને આવેલ અને એક છુટા છેડા ના લખાણ વાળા કાગડો બતાવીને કહેલ કે તું મને ગમતી નથી મને મારી પહેલા વાળી પત્ની જશોદા સાથે ફરીથી લગ્ન કરવા છે. તું આ છુટા છેડાના કાગડો પર સહી કરી આપ અને આહીથી જતી રહે . પરંતુ રેખાબેને છુટા છેડાના કાગળો પર સહી કરવાથી ઇનકાર કરતા સામાવાળા જસવંત અને તેના ઘરના સભ્યોએ તેને માર જુડ કરેલી અને ધક્કા મારીને તેનું તમામ સરસામાન લઈને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકેલ છે.
ત્યારથી રેખાબેન પોતાની દીકરી સાથે પિયરમાં રહે છે . તેથી રેખાબેને ગોધરા કોર્ટમાં પતિની સામે ઘરેલું હિંસા થી સ્ત્રીઓનું રક્ષણ કાયદા મુજબ ન્યાય મેળવવા કેસ કરતા જશવંતે કોર્ટમાં જણાવેલ કે તેના લગ્ન જશોદાબેન સાથે થયેલ છે રેખા તેની કાયદેસરની પત્ની નથી . પરંતુ અદાલતમાં રજુ થયેલ પુરાવાઓ અને અરજદાર રેખાબેનના એડવોકેટ અશોક એ સામતાણી ની દલીલોથી કોર્ટમાં સાબિત થયેલ છે કે
જશવંતભાઈ પોલીસ કોન્સ્ટેબલ અને સરકારી કરમ્ચારી હોવા છતાં તેણે પ્રથમ પત્ની હયાત હોવા છતાં રેખાબેન સાથે બીજું લગ્ન કરીને પોતાની પત્ની તરીકે એક વર્ષ પાલનપુર મુકામે રાખેલ છે અને રેખાબેન પર ઘરેલું હિંસા કરેલ છે- તેથી ગોધરાના બીજા ચીફ જ્યું.મેજીસ્ટ્રેટ જજ પૂજનકુમારી લક્ષમણ દાસ એ અરજદાર એ અરજી દાખલ કરી તે તારીખથી દર મહીને રૂપિયા પંદર હજાર ભરણ પોષણ ની રકમ તરીકે રેખાબેનને ચૂકવી આપવા જશવંત ભુલાભાઈ પરમારને હુકમ કરેલ છે .
ત્થા માનસિક શારીરિક ત્રાસ ના વળતર તરીકે વધુ રૂપિયા ૨૫૦૦૦ પણ ચૂકવવા નું હૂકમ કરેલ છે. પોતે સરકારી કર્મચારી હોવા છતાં પ્રથમ પત્ની જસોદા સાથે છુટા છેડા લીધા વગર બીજી પત્ની લાવનાર પોલીસ કોન્સ્ટેબલ સામે અદાલતે લાલ આંખ કરતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બનેલ છે.