મહિલાને રોકાણની લાલચ આપી પોલીસ દંપતીએ સવા કરોડ પડાવી ઠગાઈ આચરી

અમદાવાદ, શહેરના કોટ વિસ્તારના એક પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી અને પોશ વિસ્તારમાં ફરજ બજાવતી તેની કોન્સ્ટેબલ પત્ની સહિતના લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. કોમન મિત્ર થકી પોલીસ કર્મીને પુનાની એક મહિલા સાથે વર્ષ ૨૦૨૨માં પરિચય થયો હતો. બાદમાં તેણે મોટી મોટી વાતો કરીને મહિલાને વિશ્વાસમાં લીધી હતી.
જે બાદ કોન્સ્ટેબલ દંપતી પોતાના ઘરે આ મહિલા સાથે મુલાકાત કરતા હતા. ત્યારે આરોપી પોતે મોટી જમીનોમાં રોકાણ કરતો હોવાનું કહીને મહિલાને લાલચો આપતો હતો. મહિલાએ પણ જમીનમાં રોકાણ કરવા રસ દાખવતા તેણે ટુકડે ટુકડે સવા કરોડ રૂપિયા અને લાખો રૂપિયાના દાગીના કોન્સ્ટેબલને આપ્યા હતા.
આરોપીએ મહિલાને જમીન પણ બતાવી હતી, પરંતુ બાદમાં તેણે જમીનનો સોદો ન કરાવીને રકમ પણ પરત ન આપીને છેતરપિંડી આચરી હતી. આટલું જ નહીં, પોલીસ કર્મીએ આ મહિલા સાથે સંબંધ પણ બાંધ્યા હોવાનો આક્ષેપ કર્યાે છે.
જેને લઇને પુના પોલીસે ગુનો નોંધી ફરિયાદ ટ્રાન્સફર કરતા એસસીએસટી સેલે આ મામલે તપાસ હાથ ધરી છે. પુનામાં રહેતી મહિલાને વર્ષ ૨૦૨૨માં કોમન મિત્ર થકી એક યુવક સાથે મિત્રતા થઇ હતી. યુવકે આ મહિલા સાથે મુલાકાત કર્યા બાદ બંને વચ્ચે વધુ ગાઢ સંબંધ બંધાયા હતા.
નિહીર જોશી નામનો યુવક શાહપુર પોલીસસ્ટેશનમાં કોન્સ્ટેબલ છે અને તેની પત્ની જૈના પણ પોશ વિસ્તારના પોલીસસ્ટેશનમાં કોન્સ્ટેબલ હોવાથી બંને આ મહિલા સાથે ઘરે જ મુલાકાત કરવા લાગ્યા હતા.
ગાઢ સંબંધ બંધાયા બાદ આરોપીઓએ મહિલાનો વિશ્વાસ કેળવ્યો હતો. શાહપુરના કોન્સ્ટેબલ નિહીર જોશીએ પોતે જમીનોની મોટી ડીલ કરતો હોવાની મોટી મોટી વાતો કરી હતી. જે બાદ તેણે આ મહિલાને પણ જમીનમાં રોકાણ કરવા માટે વિવિધ લાલચો આપી હતી.SS1MS