Western Times News

Gujarati News

રાજ્યભરમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર પોલીસની તવાઇ

(એજન્સી) અમદાવાદ, ગુજરાતમાં અનેક સ્થળો પર સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર પોલીસે તવાઈ બોલાવી છે. વાત જાણે એમ છે કે, ગુજરાતની અલગ-અલગ પોલીસની ટીમોએ સ્પા સેન્ટરોમાં દરોડા પાડ્યા હતા. મહત્વનું છે કે, પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ગુજરાતના શહેરોમાં અનૈતિકતા ૮૦૦થી વધુ ઠેકાણાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૫૧ સ્પા સેન્ટર પર પોલીસના દરોડા પડ્યા છે. દરોડા પાડીને પોલીસે અત્યાર સુધી ૧૦૫ લોકોને ઝડપ્યા છે. આ સાથે રાજ્યભરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ૧૦૩ ગુના નોંધાયા છે. મહત્વનંા છે કે, ગૃહરાજ્ય મંત્રીના આદેશ બાદ રાજ્યભરમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની સ્પા સેન્ટર પર કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પા સેન્ટરની તપાસ કરાઇ છે. જેમાં ખાસ કરી અમદાવાદમાં ૨૪ કલાકમાં ૩૫૦ જેટલા સ્પા સેન્ટરમાં તપાસ કરાઇ છે. આ સાથે જાહેરનામા ભંગની ૯ ફરીયાદ નોંધી ૮ લોકોની ધરપકડ પણ કરાઈ છે. આ તરફ ફરિયાદને લઈને ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ કરી છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૫૧ સ્પા સેન્ટર પર પોલીસના દરોડા પડ્યા છે. દરોડા પાડીને પોલીસે અત્યાર સુધી ૧૦૫ લોકોને ઝડપ્યા છે. આ સાથે રાજ્યભરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ૧૦૩ ગુના નોંધાયા છે. મહત્વનું છે કે, ગૃહરાજ્ય મંત્રીના આદેશ બાદ રાજ્યભરમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.

આ સાથે સુરતમાં ૭૦થી વધુ સ્પા સેન્ટરોમાં દરોડા કરી ૫૦ સ્પા સેન્ટરો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ સાથે રાજકોટમાં ૫૦થી વધુ સ્પામાં દરોડા કરી ૧૩ સ્પા સેન્ટરો સામે કાર્યવાહી કરાઇ છે. વડોદરામાં ૨૦થી વધુ સ્પામાં દરોડા પાડી ૨ સ્પા સેન્ટરો સામે કાર્યવાહી કરાઇ છે. આ સાથે ભાવનગરમાં પણ ૫ સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે, થેરાપીના નામે ગુજરાતમાં ફેલાયેલા દૂષણો સામે સરકારે લાલ આંખ કરતાં અનૈતિકતા ૮૦૦થી વધુ ઠેકાણાઓ પર પોલીસ ત્રાટકી હતી. મસાજ થેરાપી અને આયુર્વેદ ટ્રીટમેંટના નામે સ્પાનો ધંધો ચાલે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.