પોલીસ ખંડણી કેસ: ATS સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરશે
(એજ્ન્સી)અમદાવાદ, જૂનાગઢ તોડકાંડમાં આરોપી તરલ ભટ્ટની ગુજરાત એટીએસએ અમદવાદથી ધરપકડ કરી છે. જૂનાગઢમાં સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાં તરલ ભટ્ટે અરજદારનાં એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે બોલાવીને બીજા પોલીસ કર્મચારીઓ સાથે મળીને તોડ કર્યાે હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર મામલે વિવાદ થયા બાદ તપાસ ગુજરાત એેટીએસને સોંપવામાં આવી હતી. ગુજરાત એટીએસનો દાવો છે કે અમદાવાદના રિંગ રોડ પરથી તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. Police Extortion Case: ATS to present suspended PI Taral Bhatt in court
ઉલ્લેખનીય છે કે એટીએસએ તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત ઘર પર દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર એટીએસના અધિકારીઓએ તરલ ભટ્ટની સઘન પૂછપરછ શરૂ કરી છે.
જૂનાગઢમાં એક વ્યક્તિના એકાઉન્ટ ફ્રીઝ થયા બાદ તેની સાથે થયેલા તોડની વિગતોનાં અનેક રાજ રોજ ખૂલી રહ્યાં છે, બીજી તરફ આ કેસમાં તરલ ભટ્ટને આરોપી બનાવવામાં આવે છે, જે સાયબર એક્સપર્ટ પણ છે અને કોલ સેન્ટર કિંગ પણ કહેવાય છે ત્યારે મોટા ભાગનો ડેટા તેમણે કઈ રીતે મેળવ્યો તે અંગે તેમના નજીકના લોકો પણ જોડાયેલા હોય તેવી પૂરી શક્યતા છે. તરલ ભટ્ટ જ્યારે માધુપુરા સટ્ટાકાંડની તપાસ કરી રહ્યા હતા ત્યારે તેમની સાથે વિશાલ નામની એક વ્યક્તિ કે જે ડેટા એનાલિસિસ કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેણે તે સમયે મળેલા એકાઉન્ટની ડિટેઈલ મેળવી લીધી હતી પણ તે કોના ઈશારાથી મેળવી હતી તે હજુ જાણવા મળ્યું નથી.
જૂનાગઢ આ તોડકાંડની ગુંજ છેકસરકાર સુધી પહોંચી હતી અને સરકારની મધ્યસ્થી બાદ આ કેસમાં ફરિયાદ પણ થઈ હતી. હવે આ કેસની તપાસ સરકારની ખાસ ગણાતી એટીએસ પાસે કરાવવામાં આવી રહી છે.
એટીએસનું કામ આતંકવાદીને પકડવાનું છે, જે હવે તોડકાંડની તપાસ કરી રહી છે. હવે ત રલ ભટ્ટના હાજર થયા બાદ તેની તપાસ કઈ દિશામાં જાય છે તે મુદ્દે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
ચકચારી જૂનાગઢ તોડકાંડમાં તત્કાલીન પીઆઈ તરલ ભટ્ટ, એસઓજીના પીઆઈ એ.એમ.ગોહિલ અને એએસઆઈ દીપક જાની વિરુદ્ધ ૨૬ જાન્યુઆરીએ ફરિયાદ નોંધવામાં આવી હતી.