કિન્નરો વચ્ચે આંતરિક ઝઘડો ભડકી ઉઠતાં પોલીસ ટેન્શનમાં

પ્રતિકાત્મક
કિન્નરના એક ગ્રૂપે જૂની અદાવતમાં બીજા કિન્નર પર હુમલો કરી લૂંટ ચલાવી
(એજન્સી)અમદાવાદ, શહેરના વાસણા વિસ્તારમાં વધુ એક વખત કિન્નરો વચ્ચે વોર થતાં પોલીસ ટેન્શનમાં આવી ગઈ છે. ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી ચાંપાનેર સોસાયટીમાં રહેતા પ્રિયાદે પાવૈયાએ વાસણા ભારતીદે પાવૈયા, શિવાનીંદે પાવૈયા અને માનવીદે મનોજ (તમા મરહે. સુરેન્દ્રનગર) વિરુદ્ધ લૂંટ તેમજ હુમલાની ફરિાયદ કરી છે. પ્રિયાદે તેમના ગુરુ સોમનદે સાથે રહે છે અને યજમાનવૃત્તિ કરીને ગુજરાન ચલાવે છે.
પ્રિયાદે વાસણા ઔડાના મકાનમાં રહેતી કિરણદીદીની તબિયત પૂછવા માટે ગઈ હતી. પ્રિયાદે બે વર્ષ પહેલાં સુરેન્દ્રનગરમાં રહેતી રૂપાદે સાથે કામ કરતી હતી. રૂપાલે, ભારતીદે, શિવાનીંદે અને માનવીદે તેમજ મનોજ પણ કિરણદીદીની ખબર પૂછવા માટે સુરેન્દ્રનગરથી આવ્યાં હતાં. રૂપાદે અવારનવાર પ્રિયાદેને હેરાન-પરેશાન કરતી હોવાના કારણે તે કોઈને જાણ કર્યા વગર સુરેન્દ્રનગરથી અમદાવાદ આવી ગઈ હતી.
પ્રિયાદેની હરકતના લીધે રૂપાદે સહિતના લોકો તેના પર ઉશ્કેરાયા હતા. પ્રિયાદે વાસણા અખાડા ખાતેથી પસાર થતી હતી ત્યારે રૂપાદે તેને જોઈ ગઈ હતી.જૂની અદાવતને ધ્યાનમાં રાખીને રૂપાદેએ પ્રિયાદેને ગાળો આપવાની શરુ કરી દીધી હતી. રૂપાદેનો પક્ષ લઈને ભારતીદે, શિવાનીદે, માનવીદે મનોજ ગાળો આપવાનું શરુ કરી દીધું હતું.
પ્રિયાદેએ ગાળો બોલવાની ના પાડતાં તે વધુ ઉશ્કેરાયા હતા. અને માર મારવા લાગયા હતા. પ્રિયાદેને કોઈ ધારદાર વસ્તુ મારતાં તે જમીન પર પડી ગઈ હતી. રૂપાદેએ તરત જ પ્રિયાદેનાગળામાં પહેરેલી સોનાની ચેઈન લૂંટી લીધી હતી, જોકે આસપાસ લોકો ભેગા થઈ જતાં રૂપાદે સહિતના લોકો નાસી ગયા હતા.