IPLની ટિકીટો બ્લેક કરનારા પર પોલીસની ચાંપતી નજરઃ કલમ ૧૩૧ મુજબ કાર્યવાહી કરાશે
IPL ક્રિકેટ મેચની કોઈ પણ વ્યકિત પોતાની પાસે વધુમાં વધુ ૩ (ત્રણ) ટીકીટથી વધુ ટીકીટ રાખી શકશે નહિ તેમજ નિયત કિંમત સિવાય વધુ દરથી ખરીદ કે વેચાણ કરી શકશે નહી-
ગુજરાત પોલીસ એકટ ૧૯૫૧ ની કલમ ૧૩૧ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આગામી તા.૩૧/૦૩/૨૦૨૩ થી તા.૨૮/૦૫/૨૦૨૩ સુધી IPL(ઈન્ડીયન પ્રીમીયર લીંગ) ક્રિકેટ ટુનામેન્ટની મેચો પૈકી કેટલીક મેચો નરેન્દ્ર મોદી સ્ટેડીયમ અમદાવાદ શહેર ખાતે પણ યોજાનાર છે.અને ફાયનલ મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ અમદાવાદ શહેર ખાતે યોજાનાર છે.
ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર, અમદાવાદ શહેર પ્રેમ વીર સિંહ ગુજરાત પોલીસ અધિનિયમ સને-૧૯૫૧ ની કલમ-૧૪૪ તથા ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના તા.૦૮.૧૧.૮૨ ના નોટીફીકેશન નં.જીજી/૪૨૨/સીઆરસી/૧૦૮૨/એમ તથા ગૃહ વિભાગના તા.૦૭/૦૧/૧૯૮૯ના સંકલીત જાહેરનામા નં.જીજી/ફકઅ/૧૦૮૮/૬૭૫૦/ મ, અન્વયે મને મળેલ સત્તાની રૂએ નીચે મુજબનો હુકમ કરવામાં આવ્યો હતો.
આ ટુનામેન્ટની ક્રિકેટ મેચો ટુંકી, અત્યંત રસપ્રદ, અને રોમાંચિત કરનાર હોવાથી તે ક્રિકેટ મેચો ને સ્ટેડીયમની અંદરથી જોવા તેમજ ક્રિકેટ સ્ટેડીયમમાં પ્રવેશ મેળવવા પ્રજાનો ખુબ જ ધસારો રહેતો હોય છે જેથી ક્રિકેટ સ્ટેડીયમમાં પ્રવેશ મેળવવા જરુરી યોગ્ય ટીકીટો માટે પ્રજાની તીવ્ર માંગ પ્ર્વતતી હોય છે,
આ પ્રકારની પરિસ્થિતિ નો લાભ લેવા માટે કેટલાક અસામાજીક તત્વો દ્વારા ટીકીટોની કાળા બજારી કે વધુ ભાવ લેવાનો હેતુ પરીપુર્ણ ન થાય અને આમ પ્રજા છેતરાય ન તે માટે તેને કાયદાથી પ્રતિબંધિત કરવાની જરુરીયાત જણાય છે.
તા.૨૬/૦૫/૨૦૨૩ ના કલાક ૧૬/૦૦ થી તા.૨૮/૦૫/૨૦૨૩ ના કલાક ૨૪/૦૦ સુધી સમગ્ર અમદાવાદ શહેરમાં IPL ક્રિકેટ મેચની કોઈ પણ વ્યકિત પોતાની પાસે વધુમાં વધુ ૩ (ત્રણ) ટીકીટથી વધુ ટીકીટ રાખી શકશે નહિ તેમજ નિયત કિંમત સિવાય વધુ દરથી ખરીદ કે વેચાણ કરી શકશે નહી આ હુકમનો અનાદર કરનાર વ્યકિત વિરુદ્ધ ગુજરાત પોલીસ એકટ ૧૯૫૧ ની કલમ ૧૩૧ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની હકુમત હેઠળનો સમગ્ર વિસ્તાર, આ હુકમ તા.૨૬/૦૫/૨૦૨૩.૨૮/૦૫/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.