Western Times News

Gujarati News

7 કર્મકાંડી બ્રાહ્મણને જુગાર રમતા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી ધરી

વડોદરામાં જુગાર રમતા સાત જુગારી ઝડપાયાઃ ૬.૮૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

વડોદરા, વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં આત્મજયોતિ મંદિર સામે શિવ ટેનામેન્ટમાં જુગાર રમતા સાત કર્મકાંડી બ્રાહ્મણને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જુગારધારા હેઠળ કેસ નોંધી ૬.૮૧ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર શિવ ટેનામેન્ટમાં રહેતા કાંતિલાલ રતિલાલ દવે પોતાના ઘરે બહારથી લોકોને બોલાવી જુગાર રમાડી રહ્યા છે. જેથી પી.આઈ. એમ.ડી. ચૌધરીની સૂચના મુજબ સ્ટાફે ઉપરોકત સ્થળે જઈને રેડ કરી હતી. જેમાં કાંતિલાલ દવે સહિત સાત ઝડપાયા હતા. પકડાયેલા જુગારીઓમાં (૧) કાંતિલાલ રતીલાલ દવે (ર) જીતેન્દ્ર દિનકરરાય જાની, ઉ.વ.૩પ (રહે. સૌરભ બંગ્લોઝ, બોરસદ ચોકડી પાસે, આણંદ)

(૩) કનૈયાલાલ જયંતિલાલ જાની, ઉ.વ.૩પ (રહે. જલારામ નગર, મધર્સ સ્કૂલની બાજુમાં, વડોદરા) (૪) નરેશ હરગોવિંદભાઈ જાની, ઉ.વ.૪૬ (રહે. દેવકૃપા સોસાયટી, ડી માર્ટની પાછળ, નવા નરોડા, અમદાવાદ) (પ) ધીરજલાલ ઉર્ફે ધીરૂભાઈ મૂળજીભાઈ જાની, ઉ.વ.૬ર (રહે. ચામુંડા નગર, ગોત્રી રોડ (૬) પિન્ટુ પ્રતાપભાઈ જાની, ઉ.વ.૩ર (રહે. યુનાઈટેડ સ્કાય ડેલ, હાથીજણ, અમદાવાદ) તથા (૭) યોગેશ અનભાઈ જાની (ઉ.વ.૬૦) રહે. અંબા દર્શન સોસાયટી, બોરીવલી, ઈસ્ટ મુંબઈ) નો સમાવેશ થાય છે. પોલીસે તેઓ પાસેથી રોકડા ૮ર,૦૯૦, ૧૧ મોબાઈલ ફોન, બે વાહન મળી કુલ રૂ.૬.૮૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.