૨૩ વર્ષ પહેલા હત્યા કરીને ભાગેલા આરોપીને પોલીસે સાધુવેશ ધારણ કરી ઝડપ્યો
પોલીસે સાધુવેશ ધારણ કરી દબોચી લીધો
સુરત સિટી પોલીસ દ્વારા ટોપ મોસ્ટ વોન્ટેડ આરોપીને પકડવા માટે એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું
૨૩ વર્ષ પહેલા હત્યા કરીને ભાગેલો આરોપી મથુરામાં સાધુ બની રહેવા લાગ્યો
સુરત, સુરતમાં ૨૩ વર્ષ પહલા ઉધનામાં એક વ્યક્તિની હત્યા કરી મથુરા નાસી ગયેલો હત્યારે એક આશ્રમમાં સાધુ બની રહેવા લાગ્યો હતો. સુરત પીસીબી ટીમ પણ તેને પકડવા માટે સાધુનો વેશ ધારણ કરી મથુરાના ૧૦૦ આશ્રમ ખુંદી વળી હતી અને આખરે પોલીસની મહેનત રંગ લાવી હતી અને હત્યારો પકડાયો હતો. સાધુનો વેશ ધારણ કરી પોલીસે ઓપરેશન પાર પાડ્યું હતું. સુરત સિટી પોલીસ દ્વારા ટોપ મોસ્ટ વોન્ટેડ આરોપીને પકડવા માટે એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. Police nabbed the accused who fled after killing in the garb of a monk
પીસીબી ટીમ પણ તેમાં સામેલ થઈ હતી. પીસીબી ટીમે હત્યાના આરોપીને પકડવા મથુરા પહોંચી હતી. પોલીસને બાતમી મળી હતી કે હત્યારો સાધુ બનીને મથુરાના આશ્રમમાં રહે છે. પરંતુ તે કયા આશ્રમમાં રહે છે તેની કોઈ માહિતી નોહતી. આખરે પોલીસે પણ સાધુનો વેશ ધારણ કરવાનું નક્કી કરી લીધું હતું અને સેવક બનીને પોલીસે આશ્રમમાં પ્રવેશ મેળ્યો હતો. આરોપી સીધી રીતે સકંજામાં આવે તેમ નહોતું તેથી પોલીસે ૧૦૦ જેટલા આશ્રમમાં કુનેહ પૂર્વક માહિતી મેળવી હતી.
જેમાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે હત્યાના આરોપી પદમ ઉર્ફે રાકેશ ઉર્ફે પદમ ચરણ ગૌરવ હરી ઉર્ફે ગૌરાંગદાસ પાન્ડાને મથુરાના નંદગામના એક આશ્રમમાંથી ઝડપી લીધો હતો આરોપીએ ૨૩ વર્ષ અગાઉ એક મહિલા સથેના પ્રેમસંબંધમાં ઉધના વિસ્તારાં વિજય સંચીદાસ સાથે મારામારી કરી હતી અને મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યા બાદ પોલીસ પકડી શકે નહીં તે માટે સુરત છોડીને પહેલા વતન જતો રહ્યો હતો.
પછી ઓળખ છુપાવવા પુયીના મથુરા ખાતે કુંજકુટ્ટી આશ્રમમાં સાધુનો વેશ ધારણ કરી રહેવા લાગ્યો હતો. તે પોતાની પાસે મોબાઇલ પણ નહોતો રાખતો અને પરિવાર સાથે પણ સંપર્કમાં નહોતો. જાેકે પોલીસે આખરે તેને ઝડપી પાડ્યો હતો. સુરતના સિંગણપોરમાં નાનીવેડ ખાતે કપડા બાબતે પતિ સાથે રકઝક થયા બાદ પત્નીએ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સિંગણપોરમાં નાનીવેડ ખાતે નારાયણનગરમાં રહેતી ૨૨ વર્ષીય સંજનાબેન હીમાચલ ચલાળીયાએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. પોલીસે કહ્યુ કે સંજનાબેન મુળ ભાવનગરમાં વલ્લભીપુરના વતની હતા. જાેકે તેમનો પતિ સાથે કપડા બાબતે રકઝક થઇ હતી. જેના લીધે તેને માંઠુ લાગી આવતા આ પગલુ ભર્યુ હોવાની શક્યતા છે. તેમના લગ્ન ૩ વર્ષ પહેલા થયા હતા. તેમને એક સંતાન છે. તેમના પતિ બાંધકામના ધંધા સાથે સંકળાયેલા છે. પોલીસે તપાસ હાથ ધરી છે.ss1