કચ્છના દરિયાકાંઠેથી પોલીસે ૩.૨૨ કિલો ગ્રામ MD ડ્રગ્સ સાથે બે આરોપીને ઝડપ્યા
કચ્છ, એક મહિનામાં ત્રીજીવાર નેવી ઇન્ટેલિજન્સે કચ્છના દરિયામાંથી ડ્રગ્સ પકડી પાડ્યું છે. બીએસએફ સહિત નેવી ઇન્ટેલિજન્સની ટીમને મોટી સફળતા મળી છે.
ત્યારે મળતી માહિતી પ્રમાણે, ૧.૭ કરોડની કિંમતનું ૧.૭ કિલો મેથેમફેટામાઇન ડ્રગ્સ પકડાયું છે. આ ડ્રગ્સ ૧ કિલોમાંથી ૨૦થી ૧૫ કિલો એમડી ડ્રગ્સ બને તેટલું સ્ટ્રોંગ હોય છે. આ ઉપરાંત ઉંઘ ન આવે તેની દવા બનાવવામાં આ ડ્રગ્સ વાપરવામાં આવે છે.
ત્રણ અઠવાડિયા પહેલાં કચ્છમાંથી મોટા પ્રમાણમાં સ્ડ્ઢ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. પૂર્વ કચ્છ ર્જીંય્એ સ્ડ્ઢ ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ભચાઉ નજીક એક મહિલા અને એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ૩.૨૨ કિલો ગ્રામ સ્ડ્ઢ ડ્રગ્સ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા હતા.
આ ઉપરાંત પોલીસે ૫.૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, વારંવાર કચ્છની સરહદથી ડ્રગ્સ મળતા તંત્ર પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
૩૦ માર્ચ ૨૦૨૩ના દિવસે પણ કચ્છ જિલ્લાના માધાપર પાસ ર્જીંય્એ બાતમીને આધારે મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એસઓજી પોલીસે ૩૪.૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપ્યું હતું. તેની કિંમત આશરે ૩.૪૨ લાખ રૂપિયા જેટલી થતી હતી. આ સાથે જ પોલીસે એક મહિલાને ઝડપી પાડી હતી.
ત્યારે મહિલા રેશમા ક્રિષ્ના મંડલની પૂછપરછ કરતા તે પશ્ચિમ બંગાળની રહેવાસી છે. તેમજ માધાપર હાઈવે ઉપર રહે છે. ત્યારે મહિલા મુંબઈમાં બાંદ્રા ખાતેથી ખરીદી કરી ભુજ પરત આવી હતી.