શાકભાજીના વેપારીને લૂંટવાની કોશિશ કરનાર બે ઈસમોને પોલીસે ઝડપી લીધા

ભાભર, વેપારી અમરતભાઈ રતાભાઈ ચૌધરી (મૂળ રહે. લિંબોણી, તા. સુઈગામ, ભાભર) ખાતે શાકભાજી ખરીદી કરવા જતા રસ્તામાં તેમને લુંટી લેવાનો પ્રયાસ થયો હોવાની ફરિયાદ થઈ છે.
આ બાબતે કોઈ ત્રણ અજાણ્યા ઈસમોએ રેકી કરી તેમના મોટરસાઈકલ ભાભર, થરા રોડ ઉપર જાસનવાડા ગામે નજીક શાકભાજીના વહેપારી પહોંચ્યા હતા તે દરમ્યાન રોડ ઉપર બમ્પ આવતા વહેપારીએ તેમનું ડાલું ધીમુપાડતાં આ મોકો જાેઈ મોટરસાઈકલ ઉપર સવાર ત્રણ ઈસમો પૈકી એક ઈસમ મોટરસાયકલ ઉપરથી નીચો ઉતરી વહેપારીની આંખમાં મરચા નાંખી વહેપારી પાસેના રૂપિયા કેસ લુંટવાની ત્રણેય ઈસમોએ કોશીષ કરી હતી.
પરંતુ વહેપારીએ સમય સૂચકતા વાપરી લૂંટ થવામાંથી બચી ગયા હતા અને ભાભર પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી. આમ વહેપારીની ફરિયાદ બાબતે પી.એસ.આઈ. એચ.પી. દેસાઈ તેમના સ્ટાફે સી.સી. કેમેરા તેમજ શંકાસ્પદ ઈસમોની પુછપરછ કરતાં બે ઈસમો શ્રવણસિંહ વિરભા ઝાલા (રહે. ચારોલ, તા.કડી, જી.મહેસાણા) તથા જયેસભા ઝેણુભા રાઠોડ
(રહે. સ્વરાજપુરા, ભાભર) વાળાને ઝડપી લઈ યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતાં તેઓએ ગુનો કબુલ્યો હતો જયારે અન્ય એક ઈસમ તથા આ ઈસમો બીજા કોઈ વધુ ગુના આચર્યા હોય તો વધુ તપાસ માટે સુઈગામ કોર્ટમાં રજૂ કર્યા હતા.
આમ ભાભર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીએસઆઈ એચ.પી.દેસાઈને બાઈકચોરી અને લૂંટની કોશિષના ગંભીર ગુના ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે.