ગોધરાકાંડનો કેદી પેરોલ પર છૂટી ફરાર થયો હતોઃ પંચમહાલ સ્કવોર્ડે ઝડપી લીધો
ગોધરા રેલ્વે હત્યાકાંડના કેસમાં ફરાર કેદીને ઝડપી પાડતી પોલીસ
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા રેલ્વે હત્યાકાંડના કેસમાં આજીવન કેદની સજા પામેલ છેલ્લા એક વર્ષથી અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા ઉપરથી ફરાર કેદીને પેરોલ ફર્લો સ્કવોર્ડ પંચમહાલ ધ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
પેરોલ ફર્લો સ્કોડ પંચમહાલ-ગોધરાનાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે ગોધરા રેલ્વેના ગુનામાં કામે ગોધરા રેલ્વે સ્ટેશન ઉપર ૫૯ જેટલા કારસેવકોને જીવતા સળગાવી દઇ ગુન્હો કરેલ.જે કેસ સ્પે.સેશન્સ કોર્ટ,ગોધરા ખાતે ચાલી જતા આ કામે આરોપી કાસીમ અબ્દુલ સત્તાર ગાજી ઉર્ફે કાસીમ બિરીયાની રહે-સીંગ્નલ ફળીયા,
ગોધરા જી.પંચમહાલનાને આજીવન કેદની સજા કરતા આરોપી અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલ હોય જે છેલ્લા એક વર્ષથી પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ હોય ઉપરોકત કેદી નંબર-૬/૧૬૩૩૯ કાસીમ અબ્દુલ સત્તાર ગાજી ઉર્ફે કાસીમ બિરીયાની રહે, સિગ્નલ ફળીયા,
ગોધરા જી.પંચમહાલ નાનો હાલ લીમખેડા મુકામે હોવાની ચોકકસ બાતમી હકિકત મળેલ હોય પેરોલ ફર્લો સ્કવોર્ડ, ટીમને તપાસમાં રવાના કરતા ઉપરોકત આરોપી મળી આવતા આરોપીને હસ્તગત કરી વધુ સજા ભોગવવા સારૂ અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપવા આરોપીને ગોધરા શહેર બી ડીવી. પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ હતો.