ગરમીથી બચવા પોલીસ કર્મીઓને છત્રીનો ઉપયોગ કરવા સુચના
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/03/fake-police1-e1677748208156.jpg)
અમદાવાદ, અસહ્ય ગરમી વચ્ચે રસ્તા પર ફરજ બજાવતા પોલીસકર્મીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને ગરમીમાં મુસ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે કેટલીક સુચનાઓ આપવામાં આવી છે.
જેમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પાણી , છાશ તથા ઓઆરએસની વ્યવસ્થા રાખવા જણાવાયું છે. રેડ અને ઓરેન્જ એલર્ટ દરમિયાન ટ્રાફિક કે અન્ય કામગીરી માટે પોલીસ કર્મચારીઓને બને ત્યાં સુધી વધારે સમય તડકામાં ઉભા ન રહેવા તેમજ છત્રીનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.તે સિવાય પોલીસ કર્મચારીઓને સ્પોર્ટ્સ કેપનો ઉપયોગ કરવા મંજુરી આપવામાં આવી છે.