પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા લોકો સામે ભરૂચ પોલીસની લાલ આંખ
ચકલા વિસ્તારમાં વેચતા ઈસમને પોલીસે ઝડપી ૧૩ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
(પ્રતિનિધિ)ભરૂચ, ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે.ત્યારે લોકો અવકાશી યુદ્ધ માટે સજ્જ થઈ ચૂક્યા છે.ત્યારે બજારમાં દોડીઓ નું પણ વેચાણ શરૂ થઈ ચૂક્યું છે.ત્યારે કેટલાક ઈસમો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોય છે.જેના પગલે કેટલાક નિર્દોષ લોકો તેનો ભોગ બનતા હોય છે.જેના પગલે પોલીસે આવા ઈસમો સામે લાલ આંખ કરી કાર્યવાહી કરી રહી છે.ત્યારે ભરૂચ શહેરના લલ્લુભાઈ ચકલા વિસ્તાર માંથી પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા એક ઈસમને ઝડપી પાડી ૧૩ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અંગે હાઈકોર્ટની ટિપ્પણી બાદ રાજ્યની પોલીસ હરકતમાં આવી ગઈ છે.અવકાશી યુદ્ધ ના પર્વ ઉત્તરાયણ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે લોકોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.ત્યારે કેટલાક ઈસમો ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોય છે.ત્યારે ભરૂચ પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા લોકોને પકડી પાડવા માટે કવાયત હાથધરી હતી.
આ દરમ્યાન ભરૂચ એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે ભરૂચ શહેરના લલ્લુભાઈ ચકલા વિસ્તારના રહેણાંક મકાનમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે.જે બાતમીના આધારે પોલીસે ઘટના સ્થળે તપાસ હાથઘરતા પોલીસને સ્થળ પરથી ૫૨ નંગ ફિરકા મળી આવ્યા હતા.જેથી પોલીસે ૧૩ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ધ્રુવિલ ભાટિયાને ઝડપી પાડી વધુ તપાસ હાથધરી છે.