આત્મહત્યા કરવા માટે ધાબા પર ચડેલી યુવતીને પોલીસે બચાવી
ગાજિયાબાદ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી અડીને આવેલા ગાજિયાબાદમાં એક છોકરી બિલ્ડિંગના ટેરેસ પર ચડીને હાઈ વોલ્ટેજ ડ્રામા શરુ કરી દીધો. છોકરી ટેરેસ પર એવી જગ્યાએ ઊભી હતી, જ્યાંથી થોડી ચૂક થઈ તો તેનો જીવ જઈ શકતો હતો. તેને ટેરેસ પર જાેઈને ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકો તેનો વીડિયો બનાવવા લાગ્યા હતા.
સૂચના મળતા પોલીસ પહોંચી અને ભારે મુશ્કેલીથી તેને સમજાવીને નીચે ઉતારી હતી. જાણવા મળ્યું છે કે, તેની માતાનું નિધન થઈ ચુક્યું છે અને તેના પિતા અભ્યાસ છોડાવવા માગે છે. આ ઘટના ઈંદિરાપુરમ વિસ્તારના અભય ખંડ પોલીસ ચોકીની નજીકની છે.
પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ થઈ હતી કે, એક છોકરી બિલ્ડિંગના ચોથા માળ પર ચડી ગઈ છે અને સુસાઈડ કરવા માગે છે. તે ટેરસ પર એવી જગ્યાએ જઈને ઊભી થઈ હતી, જાે જરાં પણ ચૂક થવા પર તે નીચે પડી શકતી હતી. આવી જાણકારી સ્થાનિક લોકોએ આપી.
ઘટનાસ્થળ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ. લોકોએ તેનો વીડિયો ઉતારી લીધો. એટલામાં ઈંદિરાપુરમ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી અને છોકરીને બચાવવાની કોશિશ કરી. પણ કોઈ ફાયદો થયો નહીં.
ત્યાર બાદ ઘટનાસ્થળ પર એસપી ઈંદિરાપુરમ સ્વતંત્ર કુમાર સિંહ પહોંચ્યા અને તેમણે ખુદ ટેરેસ પર જઈને છોકરીને સમજાવી. તેને વિશ્વાસ અપાવ્યો કે, તેને ભણતરમાં કોઈ તકલીફ આવશે નહીં અને તે તેનો ભાઈ બનીને રહેશે અને ભાઈનું ફરજ નિભાવશે અને ભણતર પુરુ કરવામાં પુરતો સપોર્ટ કરશે. થોડી વાર સમજાવ્યા બાદ છોકરી નીચે આવી ગઈ. ત્યાર બાદ એસીપી તેને પોતાની સાથે લઈને નીચે ઉતર્યા. પણ નીચે ઉતરીને છોકરી બેભાન થઈ ગઈ.SS1MS