આપઘાત કરવા જઈ રહેલી યુવતિને પોલીસે ફોન પર કાઉન્સેલીંગ કરી બચાવી
રાતે ૩.૩૦ વાગ્યેે કંટ્રોલ રૂમમાં ફોન કરી કહ્યુ, હું સતામણીનો ભોગ બની છું
વડોદરા, શહેરના એક ગૃપ સાથે ટ્રેકીંગ કરવા માટે ઉતરાખંડ ગયેલી એક યુવતિને વડોદરા સીટી પોલીસ કંટ્રોલ રૂમની ટીમે ફોન ઉપર કાઉન્સેલીંગ કરીને પહાડ ઉપરથી ઉંડી ખાઈમાં કૂદવા માટે જઈ રહેલી યુવતિનેે બચાવી લીધી હતી. મોડીરાત્રે ૩.૩૦ કલાકે ે ફોન એટેન્ડ કરીને ઉત્તરાખંડ પોલીસની મહિલા વીંગને યુવતિ પાસેેે મોકલી આપી ઉમદા કામગીરી કરનારી પોલીસ કંટ્રોલની ટીમને પ્રસંશનીય કામગીરી કરવા બદલ સન્માનિત કરાશે.
સ્પોર્ટસ એક્ટીવિટી સાથે જાેડાયેલી શહેરની એક યુવતિ થોડાક દિવસ પહેલા ટ્રેકીંગ કરવા મટો એક ગૃપ સાથે ટ્રેનમાં ઉત્તરાખંડ ગઈ હતી. રેલ મુસાફરી બાદ ઉત્તરાખંડ પહોંચેલા આ ગૃપે પહાડો ઉપર ટ્રેકીગ શરૂ કર્યુ હતુ. આ ગૃપે હજુ અડધી મજલ જ કાપી હશતી.
ટ્રેકીંગ કરતા દરમ્યાન ગૃપના કેટલાંક મેમ્બર્સની મજાક મશ્કરી અને સતામણીનેો ભોગ બનેલી સાથી યુવતિતનાવમાં આવી ગઈ હતી. માનસિક તનાવ હેઠળ યુવતિએ ઉંચા પહાડ પરથી ખાઈમાં ઝંપલાવીને સ્યુસાઈડ કરવાનો નિશ્ચર્ય કર્યો હતો.
દરમ્યાનમાં યુવતિના મોબાઈલથી વડોદરા સીટી પોલીસ કંટ્રોલ રૂમનો નંબર ડાયલ કર્યો હતો. સમય રાતે ૩.૩૦ વાગ્યાનો હતો. ડ્યુટી પર હાજર મહિલા પીએસ આઈ એચ.વી.તડવીએ ફોન રીસીવ કર્યો હતો. સામેના છેડેથી વાત કરતી યુવતિ ગભરાયેલી હતી.
સુસવાટા મારતા પવનથી યુવતિનો અવાજ દબાતો હતો. ગળામાં ડૂમો ભરાઈ આવ્યો હોય એવા અવાજ સાથે યુવતિએ કહ્યુ હતુ કે હું વડોદરાની છુ. ટ્રેકીંગ કરવા માટે ઉત્તરાખંડ આવી છું. મારા ગૃપના સાથી મિત્રોની સતામણીથી હું ત્રસ્ત થઈ ગઈ છું. અને સ્યુસાઈડ કરવા જાઉ છું.
મહિલા પીએસઆઈએ ફોન ઉપર કાઉન્સેલીંગ કર્યુ હતુ. અને બીજા ફોન નંબરથી એ.સી.પી. કંટ્રોલ રૂમ સૈયદને બનાવની જાણ કરી હતી. એ.સી.પી. સૈયદ મળસ્કે ૪ વાગ્યે ટીમની મદદથી ઉતરાખંડ પોલીસ સાથે સંપર્ક શરૂ કર્યો હતો. અને યુવતિનુૃ લોકેશન જાણીને પોલીસની મહિલા વીંગને એ યુવતિ પાસે મોકલીને યુવતિને બચાવી લીધી હતી. આ ઉમદા કામગીરી કરનાર પોલીસ કંટ્રોલ રૂમની ટીમનુૃ બહુમાન કરવામાં આવશે.