૧૧૬ નશાકારક સીરપની બોટલો પોલીસે જપ્ત કરી
રાજકોટ, રાજકોટના વિંછિયા, કોટડા સાંગાણીમાંથી નશાકારક સીરપની બોટલનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, વીંછિયા અને કોટડા સાંગાણીમાં રાજકોટ ગ્રામ્ય એસઓજીએ દરોડા પાડીને સીરપનો જથ્થો જપ્ત કર્યો હતો. વીંછીયામાં પ્રિયાંશી પાનની દુકાનમાંથી પોલીસે નશાકારક સીરપની ૭૯ બોટલ તો કોટડા સાંગાણીના હરપાલ કોલ્ડ્રીંક્સમાંથી ૩૭ સીરપની બોટલ મળી આવી હતી. બંને જગ્યાથી કુલ ૧૭ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. નડિયાદમાં સીરપકાંડમાં કેસમાં વધુ એકનું મોત થયું છે.
આ સાથે જ મોતનો આંકડો ૬ પર પહોંચી ગયો. કિશન કરીયાણા સ્ટોરના માલિક અને આરોપીના પિતાનું જ આ કેસમાં મૃત્યુ થયું છે. સિવિલ હોસ્પિટલમાં સાકર સોઢાનું મૃત્યુ છે. ૭૨ વર્ષીય દર્દી છેલ્લા સાત દિવસથી વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ હતા. કરિયાણાના માલિક નારણ સોઢા હાલ આરોપી છે. હજુ પણ આ કેસમાં બે દર્દીઓની સારવાર ચાલી રહી છે.
છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ચર્ચિત બનેલા સિરપ કાંડમાં મોટુ અપડેટ સામે આવ્યુ છે. હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, ખેડા જિલ્લામાં થયેલા સિરપ કાંડમાં અત્યાર સુધી કુલ ૬ વ્યક્તિઓનું મોત થઇ ચૂક્યુ છે, અને અન્ય કેટલાક લોકો સારવાર હેઠળ છે, હાલમાં માહિતી છે કે, નડિયાદ સિરપ કાંડમાં વધુ એક વ્યકિતની તબિયત લથડી છે. ૪૦ વર્ષીય યુવકને સારવારમાં અમદાવાદ હૉસ્પિટલ ખસેડાયો. ખાસ વાત છે કે, સિરપ કાંડનો ભોગ બનનાર ત્રણ દર્દીઓ સિવિલ હૉસ્પીટલમાં સારવાર લઇ રહ્યાં છે. આમાં વૃદ્ધની હાલતમાં હજુ સુધી કોઈ આવ્યો નથી.
આ દર્દી કરિયાણા સ્ટૉરનો માલિક છે, અને તેના પિતાના વેન્ટિલેટર પર છે. સાથે સાથે આ સિરપ કાંડમાં ૩૫ વર્ષીય અમિત સોઢાની હાલત સુધારા પર આવી છે. ઝેરીલા સિરપનું વડોદરા કનેકશન સામે આવ્યું છે. યોગેશ સિંધીએ વડોદરાથી સિરપ ખરીદ્યું હતું. વડોદરામાં જે વ્યક્તિ પાસેથી સિરપ ખરીદ્યું હતું તેની પણ તપાસ શરૂ છે. ખેડા એસપી રાજેશ ગઢીયાએ ઝેરીલા સિરપથી ૫ લોકાનાં મોતની પુષ્ટી કરી છે.
તેમણે જે પણ લોકોને આ સિરપની અસર હોય તેમને સિવિલનો સંપર્ક સાધવા અપીલ કરી હતી. કરિયાણાની દુકાન પાસેથી મળેલી સિરપની ખાલી બોટલોના સેમ્પલ હ્લજીન્મા મોકલવામાં આવ્યા છે. સિરપ મોકલનારા વડોદરાના બે લોકો પર અગાઉ રાજકોટમાં ફરિયાદ નોંધાઇ ચુકી છે. કિશોર અને ઇશ્વર નામના બે વ્યક્તિઓ કરિયાણાની દુકાનમાં સિરપ વેચતા હતા. આ કેસમાં નિતિન કોટવાણી નામના સિરપ માફીયા સહિત પાંચ સામે ગુનો પણ નોંધાયો છે.SS1MS