Western Times News

Gujarati News

સ્ટેડિયમમાં ઘૂસેલા યુવકના પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યાઃ 1 દિવસના મંજૂર કરાયા

Worldcup 2023 ફાઈનલ મેચમાં મેદાન પર દોડી આવેલા વિદેશી યુવકની ઘટનામાં તપાસનો ધમધમાટ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Ahmedabad Narendra Modi Stadium Motera Gujarat) રમાયેલી વર્લ્ડ કપની મેચમાં સુરક્ષા ચુકનો મામલો સામે આવ્યો હતો. ઓસ્ટ્રેલિયન યુવક ચાલુ મેચમાં ગ્રાઉન્ડ પર પહોંચ્યો હતો.

ચાંદખેડા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. તેણે સ્ટોપ બોમ્બિંગ પેલસ્ટાઈનની (Stop Bombing Palestine T-shirt) ટી શર્ટ પહેરી હતી. વેન જ્હોનસન નામના યુવકની ધરપકડ કરાઇ હતી. સાથે જ ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ હાથ ધરી હતી. વેન જ્હોનસનને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયો હતો.

પોલીસે આરોપીના ૧૦ દિવસના રિમાન્ડ માગ્યા હતા, જ્યારે આરોપીના ૧ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. Ahmedabad crime branch shares how Australian National Wen Johnson ( Tik-Toker) breached the security and invaded the pitch during Ind-Aus world cup final match.

અમદાવાદમાં ફાઈનલ મેચ દરમિયાન સુરક્ષામાં ચુક મામલે આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યારે કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીના આવતીકાલે સાંજે ૫ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આરોપીના ૧૦ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે આરોપી વેન જાેન્સનના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Australian Wen Johnson

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની ફાઇનલ દરમિયાન આ યુવાન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ધૂસી ગયો હતો. આ સુરક્ષા ચૂક અંગે હાલ તપાસ ચાલુ છે. સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમજ સમગ્ર મામલે રિપોર્ટ માંગ્યો હોવાનું જાણવા મળે છે. મેચમાં ક્રિઝ પર કોહલી અને રાહુલ રમી રહ્યા હતા. આ દરમિયાન ક્રિકેટર્સની સુરક્ષામાં મોટી ચૂક જાેવા મળી હતી.

એક વ્યક્તિ અચાનક ચાલુ મેચ દરમિયાન વચ્ચે કોહલીને મળવા આવી ગયો હતો. વિશ્વ કપની ફાઈનલ મેચમાં લાખોની સંખ્યામાં લોકો સ્ટેડિયમમાં હાજર હતા. આ દરમિયાન અચાનકથી એક વ્યક્તિ ચાલુ ઓવરે ગ્રાઉન્ડ વચ્ચે કોહલીને પાસે આવી ગયો હતો. જેનો ફોટો પણ સામે આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.