Western Times News

Gujarati News

કલોલમાં આડેધડ પાર્કિંગ અને દબાણ સામે પોલીસની લાલ આંખ

પ્રતિકાત્મક

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં આડેધડ પા‹કગ અને દબાણ સામે પોલીસે લાલ આંખ કરતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે લોકોને તાકીદ કરી સમજાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને એવી ચીમકી આપી છે કે હવે પછી ગમે ત્યાં વાહનો પાર્ક કરેલા અને લારી-ગલ્લા પણ આડેધડ નડતરરૂપ જોવા મળશે તો દંડ સહિતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. Police strict against indiscriminate parking and pressure in Kalol

કલોલ શહેરમાં ચારે તરફ દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે. તેના કારણે એસ.ટી. સહિતના મોટા વાહનોને રસ્તા પરથી પસાર થવુ મુશ્કેલ બન્યુ છે. આ ઉપરાંત બજારના વેપારીઓ દુકાનો આગળ માલસામાન મુકી દેતા હોવાથી રાહદારીઓને ચાલવાની જગ્યા મળતી નથી. આવી અનેક ફરિયાદો ઉઠતા આખરે શહેર પોલીસ દ્વારા દબાણ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસની શહેરના બજાર વિસ્તારમાં ફરીને રસ્તા વચ્ચે વાહનો પાર્ક કરનાર તેમજ વેપારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. કલોલ શહેરના બજાર વિસ્તારમાં વેપારીઓ અને ગ્રાહકો જાહેરમાર્ગ પર જ વાહનો પાર્ક કરતા હોય છે. આ ઉપરાંત વેપારીઓએ છેક રોડ સુધી પોતાની દુકાનના ઓટલા લંબાવી દીધા છે. કલોલ શહેર પોલીસ ઈન્સ્પેકટર તેમજ સ્ટાફ દ્વારા કલોલ બજાર વિસ્તારમાં નાના વેપારી તેમજ લારી ગલ્લા વાળાઓને ટ્રાફિકની સમસ્યા બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા. વેપારીઓને પોતાના વાહન વ્યવસ્થિત જગ્યાએ પાર્ક કરવા સૂચના કરવામાં આવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.