સુરતમાં સ્પામાં પોલીસે અચાનક રેડ પાડી દીધી
સુરત, શહેરના રિંગ રોડ પર આવેલા સ્પામાં પોલીસે રેડ પાડતાં સાત લલના, સંચાલક અને ગ્રાહક મળી નવ લોકો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ગ્રાહક અને એક લલના રૂમમાંથી કઢંગી હાલતમાં મળી આવ્યા હતા.
સ્પાની આડમાં ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ થતાં સાત લલના, સંચાલક સહિત નવ લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગેની વિગતો એવી છે કે, શહેરના રિંગ રોડ પર આવેલા ન્યુ સ્પા ઇન્ડિયા સ્પાની આડમાં પ્રોસ્ટિટ્યૂટ રેકેટ ધમધમી રહ્યું હતું. સુરત પોલીસ કંટ્રોલને આ અંગે મેસેજ મળતા અઠવાલાઇન્સ પોલીસે સ્પામાં દરોડા પાડ્યા હતા.
જ્યાં સ્પા સંચાલક અર્જૂન લક્ષ્મણભાઈ શર્મા (ઉ.વ ૧૯ રહે. ખોડીયારનગર, ભટાર)ની અટક કરી સર્ચ કરવામાં આવ્યું હતું. સર્ચમાં દુકાનોમાં અલગ અલગ રૂમ બનાવેલા હતા. જ્યાં તપાસ કરતાં એક રૂમમાંથી ગ્રાહક અને એક લલના કઢંગી હાલતમાં મળી આવ્યા હતા.
અન્ય રૂમમાં તપાસ કરતાં અલગ અલગ રાજ્યોની કુલ ૭ લલના મળી આવી હતી. તપાસ દરમિયાન પોલીસને રોકડ તેમજ કોન્ડમના પેકેટ પણ મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબ્જે કરી તમામની ધરપકડ કરી લીધી છે.SS1MS