પોલીસ વાહનો ટોઈંગ કરીને તોડબાજી કરી નાના માણસોને લૂંટે છેઃ કુમાર કાનાણી
વરાછાના ધારાસભ્યએ પોલીસ કમિશનરને પત્ર લખી ફરિયાદ કરી
સુરત, નેતાઓ અને સુરત પોલીસની સબ સલામતીની વાતો વચ્ચે વરાછાના ભાજપી ધારાસબ્યએ જ પોલીસ ગેરકાયદે વાહના ેટોઈંગ કરીને તોડબાજી કરતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યાે છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને પત્ર લખી કહ્યું ક્રેઈન નંબર-૧ સરથાણાના બદલે બોમ્બે માર્કેટ વાહનો લઈને પહોંચી જાય છે અને ત્યાં સામાન્ય લોકોના તોડ કરે છે, નાના રત્નકલાકારો લૂંટાઈ રહ્યાં છે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.
શહેરના અનેક વિસ્તારમાં ટ્રાફિક અને પા‹કગની સમસ્યા છે પરંતુ પોલીસની નબળી અને વિવાદી કામગીરીને પગલે આ સમસ્યા હળવી થવાનું નામ લેતી નથી. ઉપરથી અવારનવાર નવા નવા વિવાદો સર્જાય રહ્યાં છે. વરાછા રોડના ભાજપી ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ કમિસનરને એક પત્ર લખી શહેર પોલીસ સામે ગંભીર આરોપ મૂક્યો છે.
પોલીસ કમિશનરને લખેલા પત્રમાં તેમણે સીધો આક્ષેપ કરતાં કહ્યું છે કે, સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સર્કલ પ્રમાણે ક્રેઈને રોડ પર નો-પા‹કગ ઝોનમાં પાર્ક કરેલા વાહના ટોઈંગ કરવા માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. સર્કલ-૧ નો વિસ્તાર નાના વરાછા ઢાળથી સરથાણા અને કામરેજ બાજુનો વિસ્તાર આવે છે. આ વિસ્તારમાંથી ટોઈંગ કરેલા વાહનો સરઘાણા ગોડાઉન ખાતે લઈ જવાના હોય છે.
જો કે, આ વિસ્તારમાં ફરતી ક્રેન નં. ૧ નાના વરાછાથી લઈને હીરાબાગ વિસ્તારમાં મોટી સંખ્યામાં વાહનો ટોઈંગ કરી બોમ્બે માર્કેટ લાવીને મૂકે છે, ત્યાં લોકો પહોંચે એટલે તેમની સાથે તોડબાજી કરે છે. આમ વરાછા અને સરઘાણાની બંને ક્રેન એકજ વિસ્તારમાં ચલાવવામાં આવે છે. સરઘાણા બાજુ વાહન ટોઈંગ કરી શકતા નથી એટલે ક્રેન નં. ૧ પણ વરાછા વિસ્તારમાંથી વાહનો ટોઈંગ કરી તોડબાજી કરે છે.
આ સ્થિતિમાં રત્નકલાકારો અને નાના માણસો લૂંટાઈ રહ્યાં છે. આ હરકત અટકાવવા તત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી મારી માંગણી છે. ધારાસભ્યોનો આ પત્ર અને પોલીસ તોડબાજી કરે છે તેવા આક્ષેપના કારણે રાજકારણ ગરમાયું છે અને પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયાં છે.
ઉલ્લેખનીય છે કે, નવા કમિશનરની નિયુક્તિ થાય તે પહેલાં જ ધારાસભ્યએ લખેલા આવા વિવાદી પત્રને પગલે નવા કમિશનર માટે એડવાન્સમાં જ પડકાર ઉભો થઈ ચૂક્યો છે.