દારૂ, ડ્રગ્સ વેચનાર અને જુગારનો અડ્ડો ચલાવનાર ગુનેગારો પર પોલીસ ત્રાટકશે
અમદાવાદમાં કમિશનરના આદેશ બાદ બુટલેગર સામે પોલીસ એક્શનમાં
અમદાવાદ, પોલીસ કર્મચારીઓને જ્યારે એક્શન મોડ પર આવી જવાના આદેશ ઉચ્ચ અધિકારીઓ દ્વારા મળતા હોય છે ત્યારે શહેરમાં કોઈની તાકાત નથી કે શહેરમાં દારૂ, જુગારના અડ્ડાઓ ધમધમાવી શકે. થોડા દિવસ પહેલાં શહેરના પોલીસ કમિશનર તરીકે જી.એસ.મલિકે ચાર્જ સંભાળતાંની સાથે જ આદેશ કર્યાે છે કે અમદાવાદમાં દારૂ મળવો જ ના જાેઈએ.
કમિશનરનો આદેશ મળતાંની સાથે જ પોલીસ એક્શન મોડ પર આવી ગઈ છે અને સિંઘમ બનીને દારૂ, જુગારના અડ્ડા પર ત્રાટકી રહી છે.
શહેરમાં પહેલી વખત એવા પોલીસ કમિશનર આવ્યા છે કે જેમણે ગુનાખોરીના મૂળ પર ઘા કર્યાે અને ગમે તેવા ચમરબંધીઓને છોડી નહીં દેવાય તેવો નિર્ણય લીધો છે. તથ્ય પટેલે સર્જેલા અકસ્માત બાદ શહેરના મણિનગર વિસ્તારમાં કેદાર દવે નામના યુવકે દારૂના નશામાં કાર ચલાવીને અકસ્માત સજ્ર્યાે હતો.
જ્યારે સેટેલાઈટમાં પણ બીએમડબલ્યુ કારચાલકે દારૂના નશામાં ડ્રાઈવિંગ કરીને અકસ્માત કર્યાે હતો. આ બંને ઘટનાઓને જાેતાં એ વાત નક્કી થાય છે કે જાે બુટલેગરો પર લગામ લગાવી દઈએ તો યુવકો દારૂ ઢીંચીને વાહન ચલાવવાના નથી. ગુનાખોરીના મૂળમાં નશો મહત્ત્વનો ભાગ ભજવે છે,
જેના કારણે હવે પોલીસ કમિશનર જી.એસ.મલિકે દારૂનો ધંધો કરતા બુટલેગર તેમજ ડ્રગ્સ વેચતા પેડલર્સને ઝડપી પાડવાની કડક સૂચના આપી છે, સાથેસાથ જુગારના અડ્ડા પણ બંધ કરાવવાના આદેશ આપી દીધા છે.
પોલીસ કમિશનર જી.એસ.મલિકે સૂચના આપતાં પોલીસ એક્શમોડ પર આવી ગઈ છે અને ઠેરઠેર દારૂ-જુગારના અડ્ડા પર રેડ પાડી રહી છે. જાે કોઈ વ્યક્તિ દારૂની એક બોટલ, દેશીની પોટલી સાથે પણ ઝડપાશે તો તેના વિરુદ્ધ કેસ કરવામાં આવશે.
નવા પોલીસ કમિશનરે ચાર્જ લીધા પહેલાં દારૂની એકાદ બોટલ કે દેશીની પોટલી મળતી હતી તો પોલીસ પોતાનું ખિસ્સું ગરમ કરી અથવા તો ભલામણ રાખીને જવા દેતી હતી, પરંતુ હવે તેવું નથી રહ્યું, કારણ કે જી.એસ.મલિકના રાજમાં સીધા કેસ કરવાના હુક્મ છૂટ્યા છે.
દાણીલીમડા પોલીસે શુક્રવારે દારૂની આઠ બોટલ સાથે સલમાન મિર્ઝા અને સિરાઝ મિર્ઝાની ધરપકડ કરી છે, જ્યારે કુબેરનગર વિસ્તારમાં રહેતા અમરસિંગ ખાલસા પાસેથી સરદારનગર પોલીસને દારૂની ૧૯ બોટલ મળી આવી છે. શાહપુર પોલીસે પણ અબ્દુલ રજાક સોઢા નામના બુટલેગર પાસેથી દારૂની પાંચ બોટલ જપ્ત કરી છે. આવા અનેક દારૂ-જુગારના કેસ શહેર પોલીસ કરી રહી છ, જેના કારણે કેટલાક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.