પોલીસ ગરબા બંધ કરાવવા જશે નહીં: મોડી રાત સુધી ગરબા રમી શકાશે
ગૃહવિભાગ દ્વારા તમામ એસપી અને પોલીસ કમિશનરને ગરબા બંધ કરાવવા ન જવા સૂચના આપવામાં આવી
(એજન્સી)અમદાવાદ, નવરાત્રી પર ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગરબામાં મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘુમી શકશે. અત્રે જણાવીએ કે,
કારણ કે, ગૃહવિભાગે રાજ્યની પોલીસને આપી મૌખિક સૂચના આપી છે. તમામ જીઁ અને પોલીસ કમિશનરને ગરબા બંધ કરાવવા ન જવા સૂચના આપવામાં આવી છે.
નવરાત્રીને લઈને ગુજરાતભરના માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં ખેલૈયાઓ મન મૂકીને માતાજીના ગરબા ઘૂમી રહ્યા છે. ગુજરાતના હોટ ફેવરિટ ફેસ્ટિવલ નવરાત્રી ચાલી રહી છે. ત્યારે ગુજરાતીઓમાં પણ અનેરો રંગ અને થનગનાટ જાેવા મળી રહ્યો છે. ત્યારે ગૃહરાજ્ય વિભાગે પણ મહત્વનો ર્નિણય લીધો છે.
આસો માસના શુક્લ પક્ષની પહેલી તિથિથી મનાવાતો નવરાત્રીનો તહેવાર સનાતન યુગથી જ મનાવવામાં આવી રહ્યો છે. એવી માન્યતા છે કે સૌથી પહેલા ભગવાન રામે નવરાત્રીની શરૂઆત કરી હતી. સમુદ્ર કિનારે શક્તિની ઉપાસના કર્યા બાદ જ ભગવાન રામે લંકા પર આક્રમણ કર્યું હતું.
બાદમાં તેમણે રાવણનો વધ કરી જીત પણ મેળવી. એટલા માટે નવરાત્રીના નવ દિવસ સુધી માં અંબેની પૂજા કર્યા બાદ દસમા દિવસે દશેરાનો પર્વ મનાવવામાં આવે છે. આને અધર્મ પર ધર્મનો અને અસત્ય પર સત્યના વિજય તરીકે પણ મનાવવામાં આવે છે.