ઝોન-૫ની ટીમે નિકોલમાં દરોડો પાડીને મોટું જુગારધામ ઝડપ્યુંઃ ૧૧ની અટક
સ્થાનિક પોલીસ ઊંઘતી રહી ૯૦ હજારનો મુદ્દામાલ જપ્ત
અમદાવાદ: નવા વર્ષની પૂર્વ સંધ્યાએ જ કમિશનરની ટીમે નિકોલ વિસ્તારમાં ચાલતાં મોટાં જુગારધામ ઊપર દરોડો પાડીને અગિયાર શક્સોને ઝડવી લેતાં જુગારીઓમાં સોંપો પડી ગયો હતો. ઝોન-૫ન ટીમે મોટી કાર્યવાહી કરતાં જુગારધામ પરથી જુગારનાં સાધનો અને અન્ય સામગ્રી સહીત કુલ ૯૦ હજાર રૂપિયાની મત્તા જપ્ત કરી છે.
ઝોન-૫ની ઓફીસમાં કાર્યરત એએસઆઈ રશ્મીનભાઈ (ASI Rashminbhai Zone 5 Police Patrolling) અનિચ્છનીય બનાવ ન બને એ માટે પેટ્રોલિંગમાં હતા. ત્યારે નિકોલમાં ટોરેન્ટ પાવર હાઊસની સામે એક મોટું જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી. જેથી ટીમ બનાવી એએસઆઈ રશ્મીનભાઈ ઊત્તમનગર વેરા નજીક આવેલી શ્રીનાથ પાર્ક સોસાયટીનાં (Shrinath Park Society, Uttamnagar, Ahmedabad) મકાન નંબર-૧૩માં ત્રાટક્યા હતા. સાંજે સાડા આઠ વાગ્યે મકાનમાં ચાલતાં જુગારધામ પર દરોડો પાડતાં જુગારીઓ ચોંકી ગયા હતા અને ભાગાભાગી કરી મુકી હતી.
જા કે પૂર્વ તૈયારી કરીને ત્રાટકેલી ટીમે જુગારધામનાં સંચાલકો જગદીશ મણીલાલ પ્રજાપતિ (૧૩, શ્રીનાથ પાર્ક સોસાયટી) અને સંતોષ લાલસિંગ કુશવાહ (ભરવાડવાસ, નવા નરોડા) સહિત કુલ ૧૧ને ઝડપી લીધા હતા. જેમાં રાજવીર (ઠક્કર બાપાનગર), શિવમ ચૌહાણ (ઠક્કર બાપાનગર), રામવીરસિંગ રાઠોડ (નિકોલ), કુલદીપસીંગ ભદોરીયા (બાપુનગર), સુશીલ રાઠોડ (નિકોલ), હરીશ વાઘેલા (નિકોલ), માખન માહોર (કૃષ્ણનગર), સાબિન તિવારી (એસ.પી.રીંગ રોડ) અને કુલદીપસીંગ ભદોરીયા (એસ.પી.રીંગ રોડ) સામેલ છે પોલીસે દરોડા દરમિયાન આઠ મોબાઈલ ફોન, રોકડ તથા જુગાર મરવાનાં સાધનો સહિત કુલ નેવું હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે.
ઝોન-૫ની સ્કવોડે દરોડો પાડતાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક પોલીસનાં કેટલાંક કર્મચારીઓની સંડોવણીનાં કારણે દારૂ જુગારનાં અડ્ડા ચાલતાં હોવાની વ્યાપક ફરીયાદો ઊઠ્યા બાદ રાજ્યનાં પોલીસ વડાએ દરોડાની કાર્યવાહી કરવાનાં આદેશ આપ્યા હતા. જેનાં પગલે સ્ટેટ મોનીટરીંગ સેલ સહિત અન્ય ટીમોએ સપાટો બોલાવ્યો હતો. જેમાં કેટલાંય પોલીસને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતાં. ત્યારે ઝોન-૫ની ટીમે નિકોલમાંથી મોટું જુગારધામ ઝડપી લેતાં વધુ એક વખત લોકોમાં ચર્ચા ઉઠી છે.