12 જયોતિર્લીંગની 16 હજાર કિમી યાત્રા પોલિસકર્મી સાઈકલ પર કરશે
૧૬,૦૦૦ કિ.મી.નું અંતર કાપી રર રાજ્યોનું પરિભ્રમણ કરશે -પાલનપુરના પોલીસકર્મીનો પર્યાવરણ જતનનો સંદેશ
પાલનપુર, પાલનપુર ખાતે છેલ્લા ૧૪ વર્ષથી જિલ્લા પોલીસ વડાની ગાડી ચલાવતા પોલીસ કર્મી પર્યાવરણના જતનનો સંદેશ આપવા સાઈકલ ઉપર બાર જયોતિ‹લગની યાત્રાએ જવા રવાના થયા હતા. જેઓ ૧૬,૦૦૦ કિલોમીટરનું અંતર કાપી રર રાજયોનું પરિભ્રમણ કરશે. Policeman will travel 16 thousand km to 12 Jyotirlinga on bicycles
પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાની ગાડી ચલાવતા વડગામ તાલુકાના જલોત્રા ગામના પોલીસ જવાન સંજયગીરી ભીખાગીરી ગોસ્વામીએ (Police constable Sanjaygiri Bhikhagiri Goswami of Jalotra village in Vadgam taluka) વર્તમાન સમય વધતી જતી ગ્લોબલ વો‹મગની સમસ્યાના નિવારણ માટે લોકોમાં પર્યાવરણને બચાવવાનો સંદેશો આપવા ચારધામ ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ તેમજ ભારત અને નેપાળમાં આવેલ બાર જયોતિ‹લગની સાઈકલ પર યાત્રાએ જવા પ્રસ્થાન કર્યું હતું.
દેશમાં ૧૬ હજાર કિ.મી.નું અંતર કાપી રર રાજયમાં આવેલ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ લોકોને પર્યાવરણનું જતન કરવા સાઈકલ ચલાવી ઈંધણ બચાવવા તેમજ પોલીસના સેવા, સુરક્ષા અને શાંતિનો સંદેશો આપશે.