ગુજરાતમાં રાજકીય વિકલ્પ પાર્ટી ૧૮૨ સીટ ઉપર ચૂંટણી લડશે
અમદાવાદ, ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગે છે ત્યારે ગુજરાતમાં નવા પક્ષો આવી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં નવી પાર્ટી રાજકીય વિકલ્પ પાર્ટી તેના ૧૮૨ ઉમેદવાર ચૂંટણીમાં ઉમેદવારી કરશે. દેશ આઝાદ થયા પછી અને ૧૯૬૦માં ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યા પછી પહેલા કોંગ્રેસ અને હવે ભાજપનો એક પક્ષીય પ્રભાવ દેશના અને રાજ્યના રાજકીય, આર્થિક અને સામાજિક જીવન પર રહ્યો છે.
આ એક પક્ષ પ્રભાવ કોઈપણ પક્ષનો હોય તો તેનાથી એક પક્ષીય ઈજારાશાહી ચાલુ થાય છે, જે વહીવટી બિન કાર્યક્ષમતા તેમજ જાેહુકમી, ભ્રષ્ટાચાર અને દુરાચારની જનની છે. જેનાથી રાજકારણ ફક્ત સત્તા અને સંપત્તિનો ખેલ બની જાય છે. આ જ સ્થિતિ છેલ્લા ૨૭ વર્ષથી એક જ પક્ષના શાસનના કારણે ગુજરાતમાં ઊભી થઈ છે. આવા પરિપ્રેક્ષમાં યુ.કે અને યુ.એસ.એની માફક રાજ્યમાં તુલ્યબળવાળી દ્વિ-પક્ષ પ્રથા સ્થાયી સ્વરૂપ લે તે સમયની માંગ છે અને તે સંદર્ભમાં ગુજરાતમાં પ્રજા વિજય પક્ષનો અર્વિભાવ થયો છે.
દેશમાં અને રાજ્યમાં એવી પરિસ્થિતિ છે કે હવે હિન્દુત્વવાદી ભાજપ સામે કોંગ્રેસ આમ આદમી પાર્ટી કે અન્ય સ્થાનિક પક્ષો ટકી શકે તેમ નથી. હિન્દુત્વવાદી ભાજપ સામે તેનાથી પણ સવાયો હિંદુત્વવાદી પક્ષ ઉભો થાય તો જ તે તેનો વિકલ્પ બની શકે છે, જે કામ પ્રજા વિજય પક્ષ દ્વારા હાથમાં લેવામાં આવ્યું છે.
હવે એ સમય દૂર નથી કે દર પાંચ વર્ષે ગુજરાતમાં સરકારો બદલાશે અને તે બદલાવ ભાજપ અને પ્રજા વિજય પક્ષ વચ્ચે થશે. પ્રજા વિજય પક્ષ હિંદુત્વવાદી પક્ષ તરીકે પોતાની એક આગવી ઓળખાણ લઈને મેદાનમાં આવ્યો છે. હિન્દુત્વવાદી ભાજપ ફક્ત રાજસત્તાની આજુબાજુની ભ્રમણ કક્ષામાં જ ફરે છે તેનાથી આગળ કોઈ દર્શન તેની પાસે છે નહીં. જ્યારે પ્રજા વિજય પક્ષ એક નવા રાજકીય અને આધ્યાત્મિક દર્શન સાથે મેદાનમાં ઉતર્યો છે.