રાજકારણમાં બિનઅનુભવી માર્ક કાર્ની કેનેડાના નવા વડાપ્રધાન બનશે

ઓટાવા, બેન્ક ઓફ કેનેડા અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડના પૂર્વ ગવર્નર માર્ક ક્રાનીને કેનેડાની સત્તાધારી પાર્ટી લિબરલના નવા નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
આ સાથે માર્ક કાર્ની કેનેડાના નવા વડાપ્રધાન બનશે અને જસ્ટિન ટ્›ડોનું સ્થાન લેશે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષની શરૂઆતમાં જ જસ્ટિન ટ્›ડોએ કેનેડાના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ ૫૯ વર્ષીય કાર્નીએ ૮૬% સભ્યોના વોટ મેળવીને વડાપ્રધાન પદ મેળવવામાં સફળતા મેળવી હતી.
એવું કહેવાય છે કે કાર્નીને રાજકારણનો અનુભવ નથી. તેમણે કહ્યું કે હું પાર્ટીને પુર્નજીવીત કરવા અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર અંગે મંત્રણા કરવા સૌથી ઉપયોગી વ્યક્તિ સાબિત થઈશ. રાજકારણમાં પ્રવેશેલા કાર્નીએ કહ્યું કે ટ્રમ્પ સતત ટેરિફની ધમકીઓ આપી રહ્યા છે અને તેના કારણે કેનેડાના અર્થતંત્રને ઝટકો લાગી શકે છે.
ઉલ્લેખનીય છે કે કેનેડામાં આવું પહેલીવાર થશે જ્યારે કોઈ એવી વ્યક્તિ વડાપ્રધાન બનશે જેને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નહોતા. કાર્નીએ કહ્યું કે બે જી૭ સેન્ટ્રલ બેન્કના ગવર્નર તરીકે સેવા કરનાર હું પ્રથમ વ્યક્તિ છું અને આ જ મારો અનુભવ દર્શાવે છે કે હું ટ્રમ્પનો સામનો કરવા સૌથી ઉપયોગી અને યોગ્ય વ્યક્તિ સાબિત થઇશ. માર્ક કાર્નીનો જન્મ કેનેડાના ફોર્ટ સ્મિથ, નોર્થવેસ્ટ ટેરેટરીઝમાં થયો હતો.
તેમનું બાળપણ એડમંટનમાં વીત્યું અને પછી તે અમેરિકા ગયા જ્યાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ પૂર્ણ કર્યાે. ત્યારબાદ તે યુકે ગયા જ્યાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી માસ્ટર ડિગ્રી અને પછી ૧૯૯૫માં અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની ડિગ્રી મેળવી. કાર્નીને ૨૦૦૮માં બેન્ક ઓફ કેનેડાના ગવર્નર બનાવાયા હતા.SS1MS