લોકસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો ભ્રષ્ટાચાર દુર કરવાની વાતો કરે છે પણ ….
બધાં જ રાજકીય પક્ષોએ ગુન્હાહીત ઈતિહાસ ધરાવનારાઓને ટિકીટ આપી છે ત્યારે સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશો શું કહે છે ?!
તસ્વીર ભારતની સંસદની છે !! જેમાં કહેવાય છે કે, ગુન્હાહીત ઈતિહાસ ધરાવતા કેટલાએ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે જેમાં કોઈ રાજકીય પક્ષો બાકાત નથી ?! અને છતાં ભ્રષ્ટાચારમુકત ભારતની વાત થાય છે !! સ્ત્રીઓ વિરૂધ્ધના ગુન્હાના આક્ષેપોમાં સામેલ કેટલાક કથિત ઉમેદવારોને રાજકીય પક્ષોએ ટિકીટ આપી છે !! તો આવા લોકો ચૂંટાઈને “રામરાજય” કયાંથી સ્થાપશે ?! “રાજધર્મ” કયાંથી નિભાવશે ?!
આવા લોકો ચૂંટાશે તો લોકશાહી, આઝાદી, નૈતિકતાનું પતન થશે ?! વકીલ મતદારોએ સરદાર પટેલની ભૂમિકાને યાદ કરી તેમના જેવા નૈતિક, લોકશાહીના સમર્થક નેતાઓને ચૂંટવાની જરૂર રાજકીય પક્ષોને જોઈને નહીં ઉમેદવારોની ચારિત્ર્યશીલતા અને કાબેલિયત એ મતદાનનું માપદંડ નહીં હોય તો રાષ્ટ્ર ખતમ થઈ જશે, નૈતિક સંસ્કારને ઉધઈ લાગી જશે પછી શું ?!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા કરિશ્મા ઠાકોર દ્વારા)
સત્તા માટે આયારામ – ગયારામના રાજકારણની રમત ?! સત્તા માટે બીજા પક્ષોમાં મતદાન કરતા અને ભ્રષ્ટાચાર કરી સવાલો પુંછતાં રાજકીય નેતાઓ સામે સુપ્રિમ કોર્ટની ચેતવણી ?!_
“રાજકારણમાં બદમાસ માણસ પણ તેની બદમાસીને કારણે કામનો હોય છે” લેનિન !!
ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચારિત્ર્યવાન, નિષ્ઠાવાન હશે તો ક્ષતિયુકત બંધારણને પણ શ્રેષ્ઠ બનાવી દેશે – ર્ડા. રાજેન્દ્રપ્રસાદ
રશિયાના ક્રાંતિકારી નેતા વ્લાદીમીર લીચ લિનિને રાજકારણીઓ માટે કહ્યું છે કે, “રાજકારણમાં નૈતિકતા જેવું કાંઈ હોતું નથી એમાં તો બદમાસ માણસ પણ તેની બદમાસીને લીધે કામનો હોઈ શકે છે”!! અમેરિકાના પત્રકાર અને ફ્રન્કલીન રૂઝવેલ્ટના રાજકીય સલાહકાર લુઈસ મેકહેનરીએ કહ્યું છે કે, “રાજકારણ ચારિત્ર્યને નષ્ટ કરી નાંખે છે”!! ભારતમાં લાકસભાની ૨૦૨૪ ની ચૂંટણી યોજાવા જઈ રહી છે
ત્યારે આ કડવું “સત્ય” બહાર આવી રહ્યું છે કે, “રાજકીય નેતાઓ “સત્તા” માટે ગમે તે હદે જવા તૈયાર છે”!! ૨૦૨૪ ની ચૂંટણીમાં ચાલતા આક્ષેપો, પ્રતિઆક્ષેપો જોતાં !! તડજોડનું રાજકારણ જોતાં !! અને આયારામ – ગયારામની રાજનિતી જોતાં !! સત્તાના દુરઉપયોગના આક્ષેપો – પ્રતિઆક્ષેપો જોતાં !! અને કહેણી અને કરણીમાં ભેદ જોતાં ભારતમાં રાજધર્મના સિધ્ધાંતોનું અદ્યઃપતન તરફના સંકેતો મળે છે !! આવા કથિત માહોલ વચ્ચે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તો આવા માહોલ વચ્ચે યોજાતી ચૂંટણીનું પરિણામ કેવું હશે ?!
ભારતના બંધારણ સભાના પ્રમુખ ર્ડા. રાજેન્દ્ર પ્રસાદે આઝાદી પછી ભારતના લોકોને ગંભીર સંદેશો આપતા શું કહેલું ? ‘આજના મતદારો કથિત બંધ મગજના તાળા ખોલી વિચારશે ?’!!
ભારતના મતદારોના મતોથી ચૂંટાયેલી બંધારણ સભાના અધ્યક્ષ ર્ડા. રાજેન્દ્ર પ્રસાદ ભારતના બંધારણના સંદર્ભમાં સચોટ શું સંદેશો આપ્યો હતો ?! ર્ડા. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે, “એકંદરે સારૂં બંધારણ ઘડી શકયા હોવાનું અને તે દેશની સારી સેવા બજાવશે તેવો વિશ્વાસ છે”!! તેમણે આગળ કહ્યું હતું કે, “જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમર્થ, ચારિત્ર્યવાન હશે તો તેઓ ક્ષતિયુકત બંધારણને શ્રેષ્ઠ બનાવી દેશે”!!
જો ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં આ ગુણોનો અભાવ હશે તો બંધારણ દેશને સહાયરૂપ નહીં થાય આપણાં જીવનમાં વિવિધ તત્વોમંથી વિધાતક વલણો ઉદ્દભવી રહ્યા છે, આપણી વચ્ચે કોમી ભેદ, શાંતિ ભેદ, ભાષાના ભેદ, પ્રાંતોના ભેદ એમ અનેક ભેદો છે તે માટે મજબુત ચારિત્ર્યવાળા, દ્રષ્ટિવાન નાના જુથો અને વિસ્તારોના ફાયદા માટે દેશના વ્યાપક હિતનો ભોગ ન આપે અને આ બધાં ભેદોમાંથી જન્મેલા પૂર્વગ્રહોથી ઉંચા ઉડી શકે તેવા લોકોની જરૂર છે !!
આ ર્ડા. શ્રી રાજેન્દ્ર પ્રસાદના ઐતિહાસિક શબ્દો અને ભાવના હતી !! આજે “સત્તા માટે કુછ ભી કરેગા” નો માહોલ દેશમાં છે !! લોકસભામાં વિરોધ પક્ષનું સ્થાન નહીં રહે તો ચાલશે !! લોકશાહીમાં સત્તાની સમતુલા નહીં રહે તો ચાલશે એવા માહોલ વચ્ચે વર્ષ ૨૦૨૪ની યોજાતી ચૂંટણીમાં ર્ડા. રાજેન્દ્ર પ્રસાદનો સંદેશો બુધ્ધિજીવી અને જાગૃત મતદારોએ સમજવાની જરૂર છે !!
ભારતની સુપ્રિમ કોર્ટના નિષ્પક્ષ, નિડર અને નિષ્ઠાવાન ન્યાયાધીશોના શબ્દો સમજવા જેવા ને યાદ કરવા જેવા છે એવું નથી લાગતું ?! ભારતની સુપ્રિમ કોર્ટ એ દેશના બંધારણની ગરિમા જાળવવા સક્રીય છે !! ભારતની સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશો બંધારણવાદની ભાવના, લોકશાહી મૂલ્યો અને માનવ અધિકારો જાળવવા કર્મશીલ છે !! સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી એન. વી. રમનાએ કહ્યું હતું કે,
“ભારતમાં સત્તા પર રહેલા પક્ષોનું માનવું છે કે, સરકારી કાર્યવાહીને ન્યાયિક સમર્થન મળવું જોઈએ અને વિપક્ષ એવી આશા રાખે છે કે, ન્યાયતંત્રે તેમને સમર્થન કરવું જોઈએ”!! તેમણે કહ્યું કે, “દેશ હજુ પણ બંધારણ દ્વારા પ્રત્યેક સંસ્થાને અપાયેલી ભૂમિકાનું સન્માન કરતા શિખ્યો નથી”!! ચીફ જસ્ટીસ શ્રી એન. વી. રમનાએ કહ્યું હતું કે, “આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ પણ નિરાશા સાથે મારે કહેવું પડે છે કે, બંધારણ દ્વારા સોંપાયેલી ભૂમિકાનું સન્માન કરવાનું શિખ્યા નથી”!!
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે કહ્યું છે કે, “સાંસદો, ધારાસભ્યો દ્વારા ભ્રષ્ટાચાર, લાંચ એ જાહેર જીવનમાં ઈમાનદારી ખત્મ કરી નાંખે છે”!! સુપ્રિમ કોર્ટે કહ્યું કે, “લાંચ”ને કારણે કોઈ સભ્ય એક ચોકકસ સ્વરૂપમાં બોલે કે મત આપે તો તેનાથી સાચો હેતુ નષ્ટ થાય છે !! સુપ્રિમ કોર્ટે એવું પણ કહે છે કે, હોર્સ ટ્રેડીંગ લોકશાહી માટે જોખમરૂપ છે !!
સુપ્રિમ કોર્ટનું આ અવલોકન યથાર્થ છે કારણ કે સત્તા માટે રાજકીય ઉથ્થલ પાથલ એ જ એક “ભ્રષ્ટ રાજનિતિ” છે !! ત્યારે લોકસભાની વર્ષ ૨૦૨૪ની ચૂંટણીએ દેશમાં લોકશાહી, નૈતિકતા, ચારિત્ર્યશીલતા નકકી કરશે કારણ કે લોકશાહી, નૈતિકતા, ચારિત્ર્યશીલતાના ભોગે વિકાસ અટકાવી ભ્રષ્ટાચાર ખતમ નહીં કરાય તો દેશ ભ્રષ્ટાચારમાં વિશ્વગુરૂ બની ના જાય એ જોવાનું છે !!