‘રાજકારણ અતૃપ્ત આત્માનો દરિયો’: નીતિન ગડકરી
નવી દિલ્હી, રાજકારણ અસંતુષ્ટ આત્માઓનો દરિયો છે, જ્યાં દરેક વ્યક્તિ વર્તમાન હોદ્દાથી ઊંચા પદની ઇચ્છા રાખે છે. તેમણે કહ્યું હતું કે જીવન સમાધાન, મજબૂરી, મર્યાદા અને વિરોધાભાસનું નામ છે તેમ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે.
ગડકરીએ ’૫૦ ગોલ્ડન રુલ્સ ઓફ લાઇફ’ પુસ્તક લોન્ચ કરતી વખતે જણાવ્યું હતું કે, “વ્યક્તિ પરિવારમાં હોય કે સામાજીક જીવનમાં કે પછી રાજકીય કે કોર્પાેરેટ જીવનમાં, તેનું જીવન પડકારો અને સમસ્યાઓથી ભરપૂર હોય છે. તેનો સામનો કરવા વ્યક્તિએ ‘જીવન જીવવાની કળા’ સમજવી જરૂરી છે.”
ગડકરીએ રાજસ્થાનના એક કાર્યક્રમને યાદ કર્યાે હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, “રાજકારણ અસંતુષ્ટ આત્માઓનો દરિયો છે, જ્યાં દરેક વ્યક્તિ નારાજ છે. જે કોર્પાેરેટર બને છે તે એટલા માટે દુઃખી છે કારણ કે તેને ધારાસભ્ય બનવાની તક ન મળી. જે ધારાસભ્ય બને છે તેને મંત્રીપદ નહીં મળવાને કારણે નારાજગી હોય છે.
જે મંત્રી બને છે તે મુખ્યમંત્રી નહીં બની શકવાને કારણે નાખુશ હોય છે. જ્યારે મુખ્યમંત્રીને એ વાતનું ટેન્શન હોય છે કે હાઇ કમાન્ડ તેને હોદ્દો છોડવાનું ન જણાવે.” કેન્દ્રીય મંત્રી ગડકરીએ જણાવ્યું હતું કે, “જીવનની સમસ્યાઓ મોટો પડકાર લાવે છે. જેનો સામનો કરી આગળ વધવું ‘જીવન જીવવાની કળા’ છે.” તેમણે ખુશી જીવન માટે માનવીય મૂલ્યો અને સંસ્કારોને જરૂરી ગણાવ્યા હતા.SS1MS