Western Times News

Gujarati News

પોલાર્ડના મેચમાં વિલંબના પ્રયાસથી પ્લેસિસ નારાજ થયો

ડરબન, સાઉથ આફ્રિકા ૨૦ લીગમાં ગઈકાલે એમઆઈકેપ ટાઉન અને જાેબર્ગ સુપર કિંગ્સ વચ્ચે એક અદ્ભુત મેચ જાેવા મળી હતી. એક સમયે મેચનું પરિણામ લગભગ અશક્ય લાગતું હતું. જાેબર્ગ સુપર કિંગ્સે ડકવર્થ લુઈસ મેથડ દ્વારા વરસાદથી પ્રભાવિત મેચ ૧૦ વિકેટથી જીતી લીધી હતી. આપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની હરીફાઈ તો દરેકે જાેઈ હશે, પરંતુ સાઉથ આફ્રિકા ૨૦ લીગમાં પણ આ બંને ટીમોની સિસ્ટર ફ્રેન્ચાઈઝી ટીમો વચ્ચે જબરદસ્ત હરીફાઈ જાેવા મળી હતી.

એમઆઈ કેપટાઉને ૮ ઓવરમાં ૩ વિકેટના નુકસાને ૮૦ રન બનાવ્યા હતા, વરસાદને કારણે મેચ અધવચ્ચે અટકાવવી પડી હતી. આ મેચ જીતવા માટે એમઆઈ કેપ ટાઉનના કેપ્ટન કીરોન પોલાર્ડે કંઈક એવું કર્યું જેનાથી જાેબર્ગ સુપર કિંગ્સનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ભડકી ગયો હતો.

જાેબર્ગ સુપર કિંગ્સે ડકવર્થ લુઈસ મેથડ દ્વારા ૮ ઓવરમાં ૯૮ રનનો ટાર્ગેટ મેળવ્યો હતો. ફાફ ડુપ્લેસીસ અને લીસ ડુપ્લોયે મળીને માત્ર ૫.૪ ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ડુપ્લોયે ૧૪ બોલમાં ૪૧ રન જ્યારે ડુ પ્લેસિસે ૨૦ બોલમાં ૫૦ રન બનાવ્યા હતા. જે રીતે બંનેની બેટિંગ હતી તે જાેઈને એવું લાગી રહ્યું હતું કે જાે ૨૦ ઓવરની મેચ હોત તો બંનેએ ૨૦ ઓવરમાં ૩૦૦ રન બનાવ્યા હોત. જાેબર્ગ સુપર કિંગ્સની બેટિંગ દરમિયાન પણ વરસાદ શરૂ થયો અને પોલાર્ડે મેચમાં વિલંબ કરવા માટે શરમજનક કૃત્ય કર્યું હતું.

ટી૨૦ મેચના પરિણામ માટે બંને ટીમોએ ઓછામાં ઓછી ૫ ઓવર રમવાની હોય છે. જાેબર્ગ સુપર કિંગ્સની ઇનિંગ્સની ત્રીજી ઓવર હમણાં પૂરી જ થઈ હતી અને કાગિસો રબાડા આગલી ઓવર નાખવા આવ્યો ત્યાં સુધીમાં વરસાદ શરૂ થઈ ગયો હતો.

મેચમાં વિલંબ કરવા માટે, બોલ ફેંકે તે પહેલા રબાડાને પોલાર્ડે બોલાવ્યો અને તે બોલ ફેંકી શક્યો નહીં. ફાફ ડુ પ્લેસિસ આને લઈને ખૂબ જ નારાજ દેખાયો હતો. તે સમયે જાેબર્ગ સુપર કિંગ્સને જીતવા માટે ૩૦ બોલમાં માત્ર ૪૧ રનની જરૂર હતી. જાેબર્ગ સુપર કિંગ્સે માત્ર ૩ ઓવરમાં ૫૭ રન બનાવી દીધા હતા. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.