દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ ફરી વધ્યું
(એજન્સી)નવી દિલ્હી, દિલ્હીની હવા જે છેલ્લા ઘણા દિવસોથી શુદ્ધ હતી, તેમાં ફરી પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. જાે આજે દિલ્હીના એક્યુઆઈ વિષે વાત કરવામાં આવે તો ૨૦૦ને પાર કરી ગયો હતો. ચોમાસું પાછું ખેંચાયા પછી સિઝનનો આ ત્રીજાે દિવસ છે, જ્યારે હવાની ગુણવત્તા નબળી જાેવા મળી રહી છે. દિલ્હીના ઘણા વિસ્તારોનો એક્યુઆઈ ૩૦૦ થી ઉપર એટલે કે ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધાયો હતો.
ચોમાસું પાછું ખેંચાયા બાદ ૬ અને ૭ ઓક્ટોબરે એક્યુઆઈ ૨૦૦ને પાર કરી ગયો હતો એટલે કે આ અંક હવાની નબળી કક્ષામાં પહોંચ્યો હતો. આ પછી પવનની ગતિ વધતા અને પ્રદૂષકના પાર્ટીકલ્સમાં વધારો થવાથી હવા ફરી બગડી હતી.
મોસમમાં બદલાવ વચ્ચે દિવસ દરમિયાન પણ ગરમી યથાવત રહેવા છતાં પાટનગરમાં સવાર-સાંજનું વાતાવરણ આહલાદક બનવા લાગ્યું છે. જેમાં ગઈકાલે દિલ્હીમાં સવાર છ વર્ષમાં સૌથી ઠંડી રહી હતી.