ગુજરાતની 9 નદીઓમાં પ્રદુષણની માત્રા નિયત માપદંડથી વધુ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/08/River-1024x576.jpg)
પ્રતિકાત્મક
પર્યાવરણ વિભાગ અને જીપીસીબીના વિવિધ પગલાં-મોનીટરીગના દાવા છતાં નદીઓમાં વર્ષોથી પ્રદુષણ યથાવત
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત હાઈકોર્ટની અનેક ટકોર અને નાગરીકો ઉપર જીવલેણ બીમારીઓનું કેન્સર જાેખમ હોવા છતાં રાજયના પર્યાવરણ વિભાગ અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ નદીઓનું પાણી શુદ્ધ રાખવાની જવાબદારીમાં નિષ્ફળ ગયું છે.
છેલ્લા એક વર્ષમાં રાજયની સાબરમતી અને વિશ્વામીત્રી સહીતની ૯ નદીઓમાં પ્રદુષણની માત્રા નિયત માપદંડ કરતા વધુ જાેવામાં આવી છે. જીપીસીબી દ્વારા નિયમોનું મોનીટરીગના દાવા કરવામાં આવે છે. પરંતુ વર્ષોથી પ્રદુષીત નદીઓનું પાણી ચોખ્ખું રહે તે માટે કોઈ કાયમી ઉકેલ લવાયો નથી. હોવાનું સ્પષ્ટ થયું છે.
રાજયની નદીઓમાં પ્રદુષણની માત્રાના ઘટાડામાં બહુ મોટો ફરક જાેવા મળ્યો નથી. વિધાનસભામાં ચોમાસુ સત્રમાં એક પ્રશ્નના લેખીત જવાબમાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા અપાયેલી માહિતીમાં જણાવાયું છે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા બીઓડીની માત્રાને ધ્યાનમાં રાખી નદીમ પ્રદુષીત પટ જાહેર કરાય છે.
સીપીસીબીના રીપોર્ટમા ર૦૧૯ ને ર૦ર૧ સ્થિતીએ નદીના જે પટના પાણીની બીઓડીની માત્રા ૩.૦ મિલીગ્રામ કરતા વધુ હોય તેવી કુલ ૧૩ નદીના પટને પ્રદુષીત વર્ગીકૃત કરાયા હતા. તેને ધ્યાનમાં લઈ ને માર્ચ ર૦ર૩ સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં તે ૧૩ નદીમાંથી ૯ નદીમાંથી નુમના સીપીસીબી દ્વારા લઈને ચકાસણી કરાઈ તેમાં બીઓડીની માત્રા ૩.૦ મીલીગ્રામ કરતા વધુ જણાઈ છે.
આ નદીઓઅમાં સાબરમતી ખારી ભોગાવો, ઢાઢર અમરાવતી અમલાખાડી શેઢી અને વિશ્વામીત્રીનો સમાવેશ થાય છે.
અગાઉ ર૦૧૮માં ગુજરાતના કુલ ર૦ નદીના પટને પ્રદુષીત જાહેર કરવામાં આવ્યો હતો. તે માટે રાજય દ્વારા તમામ પ્રદુષીત નદીના પટના શુદ્ધિકરણ અને નવીનીકરણ માટે એકશન પ્લાન બનાવવામાં આવ્યો હતો.
ઔધોગીક ગંદા પાણીના નિકાલ સંયુકત શુદ્ધિકરણ પ્લાન્ટમાં જ થાય તેવી વ્યવસ્થા સુચારુ રીતે ગોઠવાઈ નથી તેના કારણે જ હજુ પ્પ્રદુષીત ઘટકોની માત્રા વધુ જાેવા મળી રહી છે. વિભાગ દ્વારા એવો દાવો કરાયો છે કે ર૦રરના સીપીસીબીના રીપોર્ટ મુજબ ર૦ નદીના બદલે ઘટાડો થઈ ૧૩ નદીના પટ પ્રદુષીત રહયા છે.
જાેકે પર્યાવરણ વિભાગના દાવા છતાં નદીઓનાં પાણી શુદ્ધ જણાતા નથી. સાબરમતી નદીમાં પ્રદુષીત પાણી છોડવામાં આવતું હોવા મામલે તંત્રની ઝાટકણી કાઢવામાં આવતી હોય છે.