Western Times News

Gujarati News

પીરાણાના ડુંગરને કારણે પ્રદૂષણ ત્રણ ગણું વધી ગયું

File Photo

અમદાવાદ, ગુજરાતની હવામાં ફેલાઈ રહ્યું છે ઝેર. અમદાવાદમાં પણ બેદરકારીના કારણે હવા સતત ઝેરી બની રહી છે. હાઈવે નિર્માણના કારણે ત્રણ ગણું પ્રદૂષણ વધ્યું છે. હાઈવે પરની હવા શ્વસન સંબંધી બીમારીઓ નોતરી રહી છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ.

કેમ કે કેગ દ્વારા હાલમાં ગુજરાત વિધાનસભામાં ૫ વર્ષની કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં માત્ર જીપીસીબી જ નહીં પરંતુ માર્ગ અને મકાન વિભાગ તેમજ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી બેદરકારીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થઈ રહી છે.

બીજી તરફ, અમદાવાદમાં પીરાણાના કારણે પણ પ્રદુષણ વધી રહ્યું છે. શહેરમાં પ્રદુષણનું પ્રમાણ વધતા પર્યાવરણ સંકટ જેવી સ્થિતિ જાેવા મળી છે. આ ખુલાસો કેગના રિપોર્ટમાં થયો છે. અમદાવાદ માટે હજી પણ પીરાણાનો ડુંગર માથાનો દુખાવો છે.

ટેન્ડરમાં શરત છતાં પણ ઔદ્યોગિક ક્ષેત્રના બંને તરફ હરિયાળી નથી. ગુજરાતમાં જીપીસીબીની મંજૂરી વિના ૪૭ ટકા હોટ મિક્સ પ્લાન્ટ ધમધમે છે. તો ૨૦ વર્ષમાં પ્રતિ ચોરસ કિમીમાં વાહનોની સંખ્યા ૨૮થી વધીને ૧૨૮ સુધી પહોંચી ગઈ છે. અમદાવાદની જ વાત કરીએ તો, અમદાવાદની હવામાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

લોકોના શ્વાસમાં દિવસ-રાત ઝેરી હવા ભળી રહી છે. છતાં હવા પ્રદૂષણ ઘટાડવામાં મ્યુનિસિપલ કોર્પોરેશન બેદરકાર જાેવા મળી રહ્યું છે. સૌથી પહેલા વાત પીરાણા ડમ્પિંગ સાઈટની કરીએ. પીરાણા ડમ્પિંગ સાઈટ વિસ્તારની હવા સૌથી વધુ ઝેરી છે. ડમ્પિંગ સાઈટની ૮૪ એકર પૈકી હજુ સુધી ૧૪ એકર જમીન ખાલી કરાઈ છે. રાષ્ટ્રીય હરિત પંચની દરમિયાનગીરી પછી પણ કાર્યવાહી અધૂરી છે.
મહત્વનું છે કે અમદાવાદનો કચરો ૧૯૮૨થી પિરાણા ડમ્પિંગ સાઈટમાં ઠાલવવામાં આવે છે. સમય જતાં ૯૫ લાખ મેટ્રિક ટન ઘટન કચરાના ડુંગરે ૮૪ એકર જમીન રોકી લીધી છે. અને આ કચરાના ડુંગરમાંથી નીકળતો ઝેરી ધુમાડો લોકોનો શ્વાસમાં ભળી રહ્યો છે.

જેના કારણે પીરાણા ડમ્પિંગ સાઈટ પાસેથી પસાર થતાં વાહનચાલકો અને તેની આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે પીરાણાના ડુંગરનો કચરો સળગાવવામાં આવે છે, ત્યારે ત્યાંથી પસાર થવું પણ લોકો માટે ભારે જાેખમી બની જાય છે. આ ઘન કચરાનો નિકાલ કરવા માટે રાષ્ટ્રીય હરિત પંચની દરમિયાનગીરી પછી કાર્યવાહી કરવામાં આવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.