“પોન્નિયન સેલ્વન”અભિનેત્રી ત્રિશા કૃષ્ણન ટૂંકમાં લગ્ન કરશે
મુંબઈ, પોન્નિયન સેલ્વન અભિનેત્રી ત્રિશા કૃષ્ણન ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. અહેવાલો અનુસાર અભિનેત્રી આગામી દિવસોમાં તેના લગ્નની જાહેરાત કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રિશાના ભાવિ જીવનસાથી મલયાલમ ફિલ્મોના નિર્માતા છે. જાેકે, તે કોણ છે તે અંગે કોઈ અપડેટ નથી.
હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન ત્રિશાને તેના લગ્ન વિશે પૂછવામાં આવ્યું હતું. તેના પર અભિનેત્રીએ કહ્યું કે તેણે હજુ સુધી આ વિશે વિચાર્યું નથી. તે લગ્ન કરવા માંગતી નથી, કારણ કે આ પછી તેના પર જવાબદારી આવશે. ત્રિશાએ કહ્યું કે તેના ઘણા મિત્રો છે જેઓ પરિણીત છે અને તેઓ તેમના જીવનમાં ખૂબ ખુશ છે.
જાે કે, તેના ઘણા મિત્રો પણ છે જેમના છૂટાછેડા થઈ ગયા છે. અભિનેત્રીએ કહ્યું કે કદાચ તેને હજુ સુધી તેનો યોગ્ય જીવનસાથી મળ્યો નથી, તેથી તે હજુ લગ્ન વિશે વિચારી રહી નથી.
આ પહેલાં ત્રિશાએ ૨૩ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ બિઝનેસમેન અને પ્રોડ્યુસર વરુણ મનિયન સાથે સગાઈ કરી હતી. જાે કે, બંનેએ થોડા મહિના પછી સગાઈ તોડી નાખી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રિશા અને વરુણ વચ્ચે સગાઈથી ઘણા મતભેદો હતા, જેના કારણે આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. આખરે મે ૨૦૧૫માં બંનેએ અલગ થવાનો ર્નિણય કર્યો.
તે સમયે એવા અહેવાલો આવ્યા હતા કે વરુણના પિતા તેમના પુત્રના ત્રિશા સાથેના લગ્નની સખત વિરુદ્ધ હતા, કારણ કે તેઓ ઈચ્છતા ન હતા કે લગ્ન પછી અભિનેત્રી અભિનય કરે. વરુણ પણ પિતાના આ ર્નિણયના સમર્થનમાં હતો. જાેકે, ત્રિશાએ ક્યારેય આ સગાઈ તૂટવાનું કારણ જણાવ્યું નથી. ત્રિશાનું નામ સાઉથ ઈન્ડસ્ટ્રીના ઘણા કલાકારો સાથે જાેડાઈ ચૂક્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રિશા અગાઉ રાણા દગ્ગુબાતી, વિજય અને નયનતારાના એક્સ બોયફ્રેન્ડ સિમ્બુ સાથે રિલેશનશિપમાં રહી ચૂકી છે. જાે કે, અભિનેત્રીએ તેની લવ લાઈફને લઈને ક્યારેય કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
‘પોન્નિયન સેલ્વનઃ ૨’ ની સફળતા પછી, ત્રિશા પાસે ઘણી બેક ટુ બેક ફિલ્મો છે. તે ટૂંક સમયમાં તમિલ ફિલ્મ ‘લિયો’માં જાેવા મળશે. આ ફિલ્મ ૧૯ ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય અભિનેત્રી અરુણ વસીગરનની આગામી ફિલ્મ ‘ધ રોડ’માં જાેવા મળશે. જાેકે, ફિલ્મની રિલીઝને લઈને હજુ સુધી કોઈ અપડેટ આવ્યું નથી.SS1MS