Western Times News

Gujarati News

“પોન્નિયિન સેલ્વન ૧”નું બોક્સ ઓફિસ પર તોફાન

મુંબઈ, ‘પોન્નિયિન સેલ્વન ૧’ ઘણા વર્ષોની મહેનત બાદ તૈયાર થયેલી બિગ બજેટ ફિલ્મ છે. આ ફિલ્મે થિયટર્સમાં પહોંચતાં જ ધમાલ મચાવી છે. ફિલ્મ અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી રહી છે અને બોક્સ ઓફિસ પર છવાઇ ગઇ છે.

પોન્નિયિન સેલ્વને રીલિઝના ત્રણ દિવસમાં જ બોક્સ ઓફિસ પર સેન્ચુરી મારી દીધી છે. ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન ૧’ આ વર્ષે અત્યાર સુધી રીલિઝ થયેલી તમિલ ફિલ્મ્સમાં સૌથી વધુ ઓપનિંગ મેળવનાર ફિલ્મ પણ રહી છે. ‘પોન્નિયિન સેલ્વન ૧’ ૩૦ સપ્ટેમ્બરે રીલિઝ થઇ હતી.

રીલિઝના પહેલા દિવસે ૩૬.૫૦ કરોડ રૂપિયાની શાનદાર ઓપનિંગ બાદ બીજા દિવસે ફિલ્મે ૩૪.૬૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. રવિવારના શરુઆતના ટ્રેન્ડ્‌સ અનુસાર આ ફિલ્મ ૩૮ કરોડ રૂપિયાની કમાણી કરતી જાેવા મળી રહી છે.

આમ, ફિલ્મે રીલિઝના ત્રણ દિવસમાં જ ૧૦૦ કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મની હિંદી અને તેલુગુ આવૃત્તિએ પણ આ ત્રણ દિવસમાં સારી કમાણી કરી છે.

બીજી બાજુ, ઓવરસિઝમાં પણ પોન્નિયિન સેલ્વન ૧ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ફિલ્મ સારી કમાણી કરી રહી છે. ઇન્ડિયા સિવાય યુએઇ, શ્રીલંકા, મલેશિયા અને સિંગાપુરમાં પોન્નિયિન સેલ્વન ૧ બોક્સ ઓફિસ પર નંબર વન ફિલ્મ બની ગઇ છે.

૩૦ સપ્ટેમ્બરે ગ્લોબલ રીલિઝના એક દિવસ પહેલા પોન્નિયિન સેલ્વન ૧નું યુએસએમાં પ્રીમિયર થયું હતું. જેનાથી ફિલ્મનું એક મિલિયન યુએસ ડોલર્સનું કલેક્શન થયું હતું. જે બાદ શુક્રવાર અને શનિવારે ફિલ્મે યુએસએ બોક્સ ઓફિસ પર સતત એક મિલિયન ડોલર્સનો આંકડો પાર કર્યો હતો.

બીજી બાજુ, ૧૭૫ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી તમિલ ફિલ્મ ‘વિક્રમ વેધા’ની હિન્દી રિમેક પહેલા ત્રણ દિવસમાં જ બોક્સ ઓફિસ ડામાડોળ દેખાય છે. ફિલ્મે રિલીઝના પહેલા દિવસે માત્ર રૂ. ૧૦.૫૮ કરોડનો બિઝનેસ કર્યો હતો.

ફિલ્મનું બીજા દિવસનું કલેક્શન માત્ર ૧૨.૭૦ કરોડ રૂપિયા હતું. અને રવિવારના ઓપનિંગના આંકડા પણ બહુ સારા નથી. મોડી સાંજ સુધી મળેલા ટ્રેન્ડ્‌સ અનુસાર ફિલ્મ ‘વિક્રમ વેધા’ રવિવારે માંડ ૧૫ કરોડની કમાણી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. તે મુજબ ફિલ્મનું પ્રથમ ત્રણ દિવસનું કલેક્શન ૩૮ કરોડ રૂપિયાની આસપાસ રહેવાની શક્યતા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.