Western Times News

Gujarati News

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ પૂજા જોશી બનવાની છે માં

મુંબઈ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈનો પહેલો એપિસોડ જાન્યુઆરી ૨૦૦૯માં ઓનએર થયો હતો, ત્યારથી લઈને અત્યારસુધીમાં માત્ર તેના સ્ટોરી પ્લોટમાં જ નહીં પરંતુ કાસ્ટમાં પણ ધરખમ ફેરફાર થયા છે. જાે કે, પહેલાની કાસ્ટને હજી સુધી ફેન્સ ભૂલ્યા નથી. અક્ષરા, નૈનિક, ભાભીમા, ગાયુ, છોટી મા, નક્ષ, રશ્મિ, નંદિની, મોહિત, રાજશ્રી, વિશંભર નાથ, કાવેરી સિંઘાનિયા તેમજ વર્ષા જેવા પાત્રો આજે પણ દર્શકોને યાદ છે. તો આ કલાકારો પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ફેન્સને એક-એક અપડેટ આપતા રહે છે. વર્ષાના રોલમાં જાેવા મળેલી પૂજા જાેશીની જ વાત કરીએ તો તે બીજી વખત મમ્મી બનવા જઈ રહી છે. Pooja Joshi of Yeh Rishta Kya Kehlata Hai fame is going to be a mother

પ્રેગ્નેન્સીની જાહેરાત તેણે ખૂબ જ અલગ અંદાજમાં કરી છે. ગુરુવારે પૂજા જાેશીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે બીજીવાર મમ્મી બનવા જઈ રહી હોવાની ખુશી ફેન્સ સાથે વહેંચી હતી. જેની શરૂઆતમાં તેની દીકરી બ્લૂ કલરના પ્રિન્સેસ ફ્રોકમાં હાથમાં પ્લે કાર્ડ લઈને ઉભેલી જાેવા મળી, જેમાં લખ્યું હતું ‘ખૂબ જલ્દી મોટી દીદી બનવા જઈ રહ્યું છે’, તે બાદની તસવીરમાં પૂજા તેની દીકરી અને પતિ સાથે હાથમાં પ્લે કાર્ડ સાથે જાેવા મળી હતી, જેમાં લખ્યું હતું ‘કમિંગ સૂન’, આ ક્લિપની તે પછીની તસવીરોમાં એક્ટ્રેસ બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જાેવા મળી. જેમાં તેની સાથે પરિવારના અન્ય સભ્યો પણ છે.

એક્ટ્રેસે બ્લેક કલરનું ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું છે. તેનો બેબી બમ્પ જાેઈને તે એક-બે મહિનામાં મમ્મી બનશે તેમ લાગી રહ્યું છે. કેપ્શનમાં લખ્યું હતું ‘આભાર મિત્રો, મારા માટે આ ઘણો અર્થ ધરાવે છે’.

લત્તા સબરવાલ, ચૈત્રી લોકેશ ગુપ્તે, નેહા સરૂપા, કાવેરી પ્રિય, નિધિ ઉત્તમ, સ્વાતિ ચિટનિસ, અક્ષય નાઈક અને સોનિયા કૌર સહિતના તેના પૂર્વ કો-એક્ટર્સ તેમજ ફેન્સે અભિનંદન પાઠવ્યા હતા અને આવનારા બાળક માટે પ્રેમ વરસાવ્યો હતો. પૂજા જાેશીએ વર્ષ ૨૦૧૫માં બિઝનેસમેન મનીષ અરોરા સાથે લગ્ન કર્યા હતા. તેના બે વર્ષ બાદ એટલે કે ૨૦૧૭માં એક્ટ્રેસે દીકરીને જન્મ આપ્યો હતો. તે પર્સનલ લાઈફમાં એટલી વ્યસ્ત થઈ ગઈ હતી કે એક્ટિંગને ટાટા-બાય કહી દીધું હતું.

પરંતુ ૨૦૧૯માં તે ટીવી સીરિયલ ‘યે રિશ્તે હૈ પ્યાર કે’માં જાેવા મળી હતી, તેની કહાણીને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સાથે લિંક કરવામાં આવી હતી. પરંતુ થોડા એપિસોડ બાદ તે તેમાંથી ગાયબ થઈ ગઈ હતી. હવે ફેન્સ સાથે તે ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી કનેક્ટ રહે છે. પૂજા જાેશીની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો, તે ભલે એક્ટિંગ છોડી ચૂકી હોય પરંતુ મુંબઈમાં પતિ સાથે મળીને એક સલૂન ચલાવે છે, જેનું નામ રોમિલા છે. જેનું ઓપનિંગ ગત વર્ષે કરવામાં આવ્યું હતું. એક રીતે તે પણ પતિની જેમ હવે બિઝનેસ કરવા લાગી છે. તે લગ્નના આઠ વર્ષ બાદ બીજીવાર મામ બનવા જઈ રહી છે. તેને લઈને તે ઉત્સાહિત છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.