અભિનેત્રીના ફ્લૅટમાં કલર કરનારો પેઈન્ટર તિજોરી સાફ કરી ગયો!
આ પ્રકરણે અભિનેત્રીના મૅનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી
આ પ્રકરણે ફરિયાદ નોંધાતાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરેલી મતા હસ્તગત કરી હતી
મુંબઈ,મુંબઈઃ બોલીવૂડની અભિનેત્રી પૂનમ ઢિલ્લોંના ફ્લૅટમાં કલકામ કરવા આવેલો પેઈન્ટર તિજોરી સાફ કરી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ પ્રકરણે ફરિયાદ નોંધાતાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરેલી મતા હસ્તગત કરી હતી.ખાર પોલીસે સોમવારે ધરપકડ કરેલા આરોપીની ઓળખ સમીર અન્સારી (૩૭) તરીકે થઈ હતી. અન્સારીને ૨૮ ડિસેમ્બરથી પાંચ જાન્યુઆરી દરમિયાન અભિનેત્રીના ખાર પરિસરમાં આવેલા ફ્લૅટમાં કલર કરવાનું કામ સોંપાયું હતું.‘નૂરી’ ફિલ્મની અભિનેત્રી પૂનમ ઢિલ્લોં મોટા ભાગે તેના જૂહુ સ્થિત નિવાસસ્થાને રહે છે. ખારના ફ્લૅટમાં તેનો પુત્ર ક્યારેક રહેવા જતો હોવાનું કહેવાય છે.ખારના ફ્લૅટમાં કલર કરતી વખતે તક ઝડપી આરોપીએ તિજોરીનું લાક તોડ્યું હતું. તિજોરીમાંથી એક લાખની કિંમતના ડાયમંડ ઈયરિંગ, ૩૫ હજારની રોકડ અને ૫૦૦ યુએસ ડૉલર્સ ચોરાયા હતા.અભિનેત્રીનો પુત્ર અનમોલ પાંચમી જાન્યુઆરીએ દુબઈથી પાછો ફર્યાે ત્યારે ઘટનાની જાણ થઈ હતી. આ પ્રકરણે અભિનેત્રીના મૅનેજર સંદેશ ચૌધરીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. અન્સારીએ તેની સાથે ફ્લૅટમાં પેઈન્ટ કરવા આવેલા સાથીઓને પાર્ટી કરવા નવ હજાર રૂપિયા આપ્યા હતા. તેની પાસેથી પચીસ હજારની રોકડ, ૫૦૦ યુએસ ડૉલર્સ અને ડાયમંડ ઈયરિંગ જપ્ત કરવામાં આવી હતી. ss1